ભારતીય શેરબજાર આજે લગભગ સપાટ બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૦૭ ટકા અથવા ૫૩ પોઇન્ટ ઘટીને ૭૯,૯૯૬ પર બંધ થયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૦૯ ટકા અથવા ૨૧ પોઇન્ટના મામૂલી વધારા સાથે ૨૪,૩૨૩ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૩૪ શેર લીલા નિશાન પર અને ૧૬ શેર લાલ નિશાન પર હતા. આજે ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, પીએસયુ બેંક અને ફાર્મા શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી.
નિફ્ટી પેકના શેરની વાત કરીએ તો સૌથી વધુ ફાયદો ઓએનજીસીમાં ૪.૦૬ ટકા, રિલાયન્સમાં ૨.૬૩ ટકા,એસબીઆઇમાં ૨.૪૨ ટકા, બ્રિટાનિયામાં ૨.૦૯ ટકા અને સિપ્લામાં ૧.૯૮ ટકા નોંધાયો હતો. આ સિવાય એચડીએફસી બેક્ધ ૪.૫૦ ટકા, ટાઇટન ૧.૯૦ ટકા, એલટીઆઇ માઇન્ડટ્રી ૦.૮૫ ટકા, ટાટા સ્ટીલ ૦.૭૩ ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૬૧ ટકા ઘટ્યા હતા.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં સૌથી વધુ ૨.૧૦ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં ૦.૬૩ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં ૧.૨૮ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૦.૦૨ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધમાં ૧.૨૫ ટકા, નિફ્ટી ફાર્મામાં ૧.૨૮ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૩૮ ટકા, મીડિયામાં ૦.૦૯ ટકા, નિફ્ટી ૦૯ ટકા. નિફ્ટી એફએમસીજીમાં ૧.૦૩ ટકા અને નિફ્ટી ઓટોમાં ૦.૦૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસમાં ૧.૦૧ ટકા, નિફ્ટી બેક્ધમાં ૦.૮૩ ટકા, નિફ્ટી આઇટીમાં ૦.૧૮ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધમાં ૦.૯૮ ટકા અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.