આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે ૧.૬૨ ટકા અથવા ૧૨૯૨ પોઈન્ટના વધારા સાથે ૮૧,૩૩૨ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૭ શેર લીલા નિશાન પર અને ૩ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૧.૭૬ ટકા અથવા ૪૨૮ પોઇન્ટના વધારા સાથે ૨૪,૮૩૪ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૪૭ શેર લીલા નિશાન પર અને ૩ શેર લાલ નિશાન પર હતા. બજારના આ ઉછાળાને કારણે આજે શેરબજારના રોકાણકારોને રૂ.૭ લાખ કરોડનો નફો થયો છે.
નિફ્ટી પેક શેર્સમાં આજે શ્રીરામ ફાઈનાન્સે સૌથી વધુ ૯.૫૨ ટકાનો વધારો નોંધાવ્યો હતો. આ સિવાય સિપ્લા ૫.૭૬ ટકા, ડિવિસ લેબ ૫.૩૯ ટકા, ભારતી એરટેલ ૪.૩૨ ટકા અને એપોલો હોસ્પિટલ ૪.૧૪ ટકા નોંધાયા હતા. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો ઓએનજીસીમાં ૧.૦૪ ટકા, નેસ્લે ઇન્ડિયામાં ૦.૧૧ ટકા અને એચડીએફસી બેંકમાં ૦.૦૨ ટકા નોંધાયો હતો.
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન પર બંધ થયા હતા. સૌથી વધુ વધારો નિફ્ટી મેટલમાં ૩.૩૦ ટકા, નિફ્ટી આઇટીમાં ૨.૩૫ ટકા અને નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં ૩.૦૭ ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૧.૪૫ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૦.૪૦ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૩૮ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધ ૦.૬૮ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધ ૧.૪૯ ટકા, નિફ્ટી ફાર્મા ૨.૭ ટકા વધ્યો હતો ૧.૭૭ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૮૭ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસ ૧.૨૨ ટકા, નિફ્ટી ઓટો ૨.૪૩ ટકા અને નિફ્ટી બેક્ધ ૦.૮૬ ટકા વધ્યા હતા.