શેર બજારમાં ફરી મોટો કડાકો, સેંસક્સ ૪૧૩ અંક તૂટયો, આ શેર રહ્યા ટોપ લૂઝર અને ટોપ ગેનર

મંગળવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું નિરાશાજનક રહ્યું હતું. ખાસ કરીને બેકિંગ શેરોમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ ૪૧૩ પોઈન્ટ ઘટીને ૬૨૦૦૦ ની નીચે ૬૧,૯૩૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૨૮૬ પોઈન્ટ પર બંધ થયો છે. આજે બજારમાં મિડકેપ શેરોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ છે, જ્યારે એક મહિનામાં તે લગભગ ૭% વધ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી પણ રિકવરીના પ્રયાસમાં જોવા મળી રહ્યા છે. જોકે, એચડીએફસીના ડિવિડન્ડ એડજસ્ટમેન્ટને કારણે બેન્ક નિફ્ટી કેટલાક દબાણ હેઠળ છે પીએસ બેન્ક ઈન્ડેક્સમાં તેજીનો આ સતત ચોથો દિવસ છે. ઓટો, ઈન્ફ્રા, બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી

ફિન નિફ્ટીની એક્સપાયરીના દિવસે માર્કેટમાં પ્રોફિટ બુકિંગનું વર્ચસ્વ હતું. ઓટો, ઈન્ફ્રા, બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મેટલ, એફએમસીજી, એનર્જી શેરો દબાણ હેઠળ હતા. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો.