શરમ આવે છે પ્લીઝ મને આ નામથી બોલાવવાનું બંધ કરો : વિરાટ કોહલી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાઈ-પ્રોફાઈલ આરસીબી અનબોક્સ ઈવેન્ટ દરમિયાન અનેક કામ કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ માત્ર બેંગ્લોરના સ્થાને બેંગ્લુરું નામની જાહેરાત કરી છે. જર્સીમાં વાદળી રંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમના રન મશીન કહેવાતા વિરાટ કોહલીએ પોતાના નામ અંગે એક રહસ્ય ખોલ્યું છે. તેમણે ચાહકોને પોતાના દિલની વાત કહી છે તેમણે કહ્યું કે, કિંગ ના કહો, આનાથી તેને શરમ આવે છે.

આરસીબીના પૂર્વ કેપ્ટન ચાહકોને કિંગ નામનો ઉપયોગ ન કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, લાંબા સમયથી કોહલીના શાનદાર રેકોર્ડ અને તેના પ્રદર્શન જોઈ ક્રિકેટના કિંગ ઉપનામ આપ્યું છે. હવે સોશિયલ મીડિયા પર ચાહકો તેને આ નામથી જ બોલાવે છે. તેની પાછળ એવું છે કે, મહાન ક્રિકેટર સચિન તેડુંલકર ક્રિકેટના ભગવાન છે તો તેના અનેક રેકોર્ડ પણ તોડનાર ને કિંગ કહેવામાં આવે છે , હવે કોહલી આ નામને દુર કરવા માંગે છે કારણ કે, આ શબ્દ તેને શરમાવે છે.

એક ઈવેન્ટમાં દાનિશ સૈતે તેને પુછ્યું કે, કિંગ કેવું અનુભવ કરી રહ્યો છે, તેમણે કહ્યું ફરીથી પરત આવવું સારું લાગી રહ્યું છે. આના પર ચાહકોની ભીડનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચ્યો છે.હવે કોહલીએ કહ્યું મને વાત કરવા દો આજે અમારે રાત્રે ચેન્નાઈ જવાનું છે, અમારી પાસે એક જ ચાર્ટર્ડ લાઈટ છે એટલા માટે મારી પાસે સમય નથી, સૌથી પહેલા તો મને કિંગથી બોલાવવાનું બંધ કરો, મે ફાફને કહ્યું આ મારા માટે ખુબ જ શરમજનક છે જ્યારે કોઈ મને આ નામથી બોલાવે, મને વિરાટ કહીને બોલાવો.