- એક અદ્રશ્ય શક્તિ પાર્ટીને તેના સ્થાપક પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે.
મુંબઇ, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અજિત પવારના ૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં ચુકાદો આપ્યો છે. આ દરમિયાન સુપ્રિયા સુલેએ એનસીપીનું નામ અને ચિહ્ન છીનવી લેવા બદલ ભાજપ પર નિશાન સાધ્યું છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવારના નેતા સુપ્રિયા સુલેએ તેમના પિતા દ્વારા સ્થાપિત પાર્ટીને છીનવી લેવા માટે સત્તાધારી ભાજપ પર પરોક્ષ સંદર્ભમાં ’અદ્રશ્ય શક્તિ’ પર નિશાન સાયું હતું. બારામતીના લોક્સભા સભ્ય સુલેએ પત્રકારોને જણાવ્યું હતું કે અજિત પવારની આગેવાની હેઠળની છાવણીને વાસ્તવિક એનસીપી તરીકે માન્યતા આપવાના ચૂંટણી પંચના નિર્ણય સામે તેમની પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સુલેએ દાવો કર્યો, “શરદ પવાર એનસીપીના સ્થાપક અને અયક્ષ છે, હતા અને રહેશે. એક અદ્રશ્ય શક્તિ પાર્ટીને તેના સ્થાપક પાસેથી છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે.”
તેમણે કહ્યું, તેથી અમે કોર્ટમાં ગયા છીએ કારણ કે પાર્ટી અને તેનું ચિહ્ન જેણે તેની સ્થાપના કરી હતી તેની પાસેથી છીનવી લેવામાં આવી હતી. સુલેએ કહ્યું કે શરદ પવાર દ્વારા રચવામાં આવેલી પાર્ટીનું નામ અને પ્રતીક અન્ય કોઈને ફાળવવામાં આવ્યું છે. આમ કરવાથી એક નવી મિસાલ સ્થાપી કારણ કે આ નિર્ણય કોઈ વ્યક્તિ સાથે સંબંધિત નથી પરંતુ ઈતિહાસમાં નોંધાયેલો છે. ગયા વર્ષે, અજિત પવાર અને આઠ ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા પછી જુલાઇમાં પાર્ટીમાં વિભાજન થયું હતું. દરમિયાન, હવે મહારાષ્ટ્ર વિધાનસભાના અયક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમના ૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય આપ્યો છે.
તેમણે પોતાના નિર્ણયમાં કહ્યું કે અજિત પવારનું જૂથ જ અસલી એનસીપી છે. તમને જણાવી દઈએ કે શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (શરદચંદ્ર પવાર) એ પોતાની અરજીમાં અજિત પવાર સહિત ૯ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરે પોતાનો નિર્ણય આપતા કહ્યું કે બંને જૂથો દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ જ વાસ્તવિક એનસીપી છે. આટકલ ૨૧ મુજબ પાર્ટીની વકગ કમિટીમાં ૨૧ સભ્યો હોય છે. અજિત પવાર જૂથે ૩૦ જૂનના રોજ રાષ્ટ્રીય અયક્ષની પસંદગી કરી અને તેઓ પક્ષના રાષ્ટ્રીય અયક્ષ તરીકે ચૂંટાયા. અજિત પવારને ૪૧ ધારાસભ્યોનું સમર્થન છે. અજિત પવારને ધારાસભ્ય દળનું સમર્થન છે. તેથી, અજિત પવારનું જૂથ વાસ્તવિક એનસીપી છે.