શરદ પવાર જૂથના એનસીપી નેતા મનીષ દુબેની છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી

મુંબઇ, મુંબઈની બોરીવલી પોલીસે ખંડણીના કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના હિન્દી ભાષી વિભાગના પ્રમુખ મનીષ દુબેની ધરપકડ કરી છે. મનીષ દુબેએ ગુરુવારે સવારે જ બોરીવલીમાં અદાણી ઈલેક્ટ્રિસિટી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન બાદ તરત જ પોલીસે તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, એનસીપી નેતા મનીષ દુબે વિરુદ્ધ છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે અને તે વોન્ટેડ હતો. પોલીસ મનીષ દુબેને કોર્ટમાં રજૂ કરશે.

હકીક્તમાં, ૧૧ જુલાઈના રોજ બોરીવલી પોલીસ સ્ટેશનમાં એનસીપી (શરદ પવાર જૂથ)ના બે કાર્યકરો સહિત ત્રણ લોકો વિરુદ્ધ એક બિઝનેસમેન પાસેથી ખંડણીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ આરોપીઓમાં જીતેન્દ્ર ગુપ્તા, મનીષ દુબે અને ચંદ્રકાંત ગુપ્તાનો સમાવેશ થાય છે. જેમાં જીતેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મનીષ દુબે અને જિતેન્દ્ર ગુપ્તા બંને એનસીપીઁ સાથે જોડાયેલા છે. મનીષ એનસીપીના ’મુંબઈ હિન્દી ભાષા વિભાગ’ના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે, જ્યારે જિતેન્દ્ર ગુપ્તા એ જ વિભાગમાં ઉપપ્રમુખ છે.

બોરીવલી પશ્ચિમના રહેવાસી ફળના વેપારી રાજીવ મિશ્રાની ફરિયાદના આધારે મનીષ વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજીવ મિશ્રા દાદરકર મેદાન, ચીકુવાડીમાં પોતાનો બિઝનેસ ચલાવે છે. આ ઉપરાંત તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અપના ફળ બજાર નામની ફ્રુટ સેલિંગ બિઝનેસ સંસ્થાના પ્રમુખ છે. ફરિયાદ અનુસાર, મનીષ દુબેએ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફળ વિક્રેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જમીન પર ગેરકાયદે કબજો, શેડ બાંધવા અને અધિકૃતતા વગર કૉમર્શિયલ પ્રવૃતિઓ ચલાવવાના આક્ષેપો થયા હતા.

આરોપ છે કે આ પછી ચંદ્રકાંત ગુપ્તાએ બિઝનેસમેન રાજીવ મિશ્રાનો સંપર્ક કર્યો અને તેમને ધમકી આપી. તેણે કહ્યું કે જો તે બીએમસીમાં ફરિયાદ પાછી ખેંચવા માંગે છે, તો તેણે જીતેન્દ્ર ગુપ્તા અને મનીષ દુબે સાથે વાત કરવી પડશે. આ પછી જીતેન્દ્રએ રાજીવ મિશ્રાને ઘણી વખત ફોન કરીને કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

બાદમાં રાજીવ મનીષ દુબેને ત્રણ વાર મળ્યો. ત્રીજી મીટિંગ દરમિયાન જિતેન્દ્ર ગુપ્તાએ લાખો રૂપિયાની માંગણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજીવ મિશ્રાએ કહ્યું કે તે આખા પૈસા તરત નહીં આપી શકે, પરંતુ બીજા દિવસે બે લાખ રૂપિયા આપી શકે છે. તમને જણાવી દઈએ કે બાદમાં રાજીવે બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ જિતેન્દ્રની ૨ લાખ રૂપિયા લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી હતી.