શરદ પવાર ભાજપ વિરોધી મોરચા સિવાય બીજું કોઈ પગલું ભરશે નહીં તેવું લાગી રહ્યું છે.

NCPના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારના બળવા બાદ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય વ્યૂહરચના બદલાવા લાગી છે.  ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે તેમના નિવેદનોમાં અજિત પ્રત્યે નરમ દેખાયા છે. નિષ્ણાત વર્ગનું માનવું હતું કે, શરદ પવાર વિરોધ પક્ષ ‘INDIA’ જૂથ સાથેના સંબંધો તોડીને NDA તરફ મિત્રતાનો હાથ લંબાવી શકે છે. પરંતુ મુંબઈમાં વિપક્ષી ‘INDIA’ જૂથની બેઠકમાં પ્રમુખ શરદ પવારની હાજરી અને સંકલન સમિતિમાં તેમના સમાવેશથી એવી અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. તેઓ ભાજપ વિરોધી મોરચા સિવાય બીજું કોઈ પગલું ભરશે નહીં તેવું લાગી રહું છે.

ઉદ્ધવ જૂથ શિવસેનાના એક નેતાએ જણાવ્યું હતું કે, પરિષદમાં પવારની સક્રિય ભાગીદારી અને 14 સભ્યોની સંકલન સમિતિમાં તેમના સમાવેશથી NCPના પ્રમુખ વિપક્ષી મોરચાથી અલગ થવા અંગેની કોઈપણ અટકળોનો અંત લાવ્યો છે. સંકલન સમિતિમાં કેસી વેણુગોપાલ, ઉદ્ધવ જૂથની શિવસેના, રાજ્યસભાના સાંસદ સંજય રાઉત, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, TMCના મહાસચિવ અભિષેક બેનર્જી અને AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આનાથી આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી એકતા જૂથની દિશા નક્કી થશે.