
મુંબઇ,મહા વિકાસ આઘાડી (એમવીએ), કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ગઠબંધન, ૧૪ મેના રોજ પુણેમાં રેલી યોજવાની હતી તે રદ કરવામાં આવી છે. કોલ્હાપુર અને અમરાવતીમાં યોજાનારી સ્ફછની રેલી પર પણ સંકટ તોળાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે શરદ પવારના એનસીપી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત પછી, એમવીએમાં પહેલાની જેમ એક્તા નથી.
શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ એનસીપીમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને પુણેમાં યોજાનારી વજ્રમુથ રેલીની તારીખનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. હકીક્તમાં, મંગળવારે (૨ મે) ના રોજ, શરદ પવારે મરાઠી ભાષામાં તેમની આત્મકથા ‘લોક માજે સંગાતિ’ના સુધારેલા સંસ્કરણના વિમોચન દરમિયાન જાહેરાત કરી કે તેઓ એનસીપી અધ્યક્ષ પદ છોડી દેશે.
શરદ પવારના આ નિર્ણયની અસર માત્ર એનસીપી પર જ નહીં પરંતુ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ પર પણ પડી છે કારણ કે તેણે ઘણા કાર્યક્રમો પર બ્રેક લગાવી દીધી છે. શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ ચર્ચા શરૂ થઈ કે એનસીપીના આગામી અધ્યક્ષ કોણ હશે? શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલેના નામો અંગે અટકળો ચાલી રહી છે જેઓ એનસીપીના અધ્યક્ષ બનશે.
દરમિયાન અજિત પવારે કહ્યું છે કે તેમણે (શરદ પવાર) નિર્ણય લીધો છે, પરંતુ તમારી વિનંતી પર, તેમને તેના વિશે વિચારવા માટે બે-ત્રણ દિવસની જરૂર છે. તે જ સમયે, એનસીપી ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે બુધવારે (૩ મે) જણાવ્યું હતું કે જ્યાં સુધી શરદ પવાર તેમના પદ છોડવાના નિર્ણય પર પુનવચાર નહીં કરે ત્યાં સુધી તેઓ પાર્ટીના વડા તરીકે ચાલુ રહેશે અને ત્યાં સુધી તેમના અનુગામીની પસંદગી પર કોઈ ચર્ચા થશે નહીં. પટેલે કહ્યું કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેમના (શરદ પવાર)ના અનુગામી પર વિચાર કરવાનો કોઈ પ્રશ્ર્ન જ નથી.