
મુંબઇ, બીએસઇ સેન્સેક્સ ૬૭૬.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩,૬૬૩.૭૨ પર પહોંચ્યો હતો. નિફટી માં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફટી ૧૯૪.૧૦ પોઈન્ટ વધીને ૨૨,૩૯૪.૬૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. ગુરુવારે ભારે વધઘટ બાદ ભારતીય શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું.
બીએસઈ સેન્સેક્સ ૬૭૬.૬૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩,૬૬૩.૭૨ પર પહોંચ્યો હતો. નિફટી માં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફટી ૧૯૪.૧૦ પોઈન્ટ વધીને ૨૨,૩૯૪.૬૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે લીલા રંગમાં ખુલ્યા બાદ બજારમાં વેચાણનો દબદબો રહ્યો અને તે લાલ નિશાન પર પહોંચી ગયો. જો કે છેલ્લા એક કલાકમાં ખરીદી પરત ફરવાના કારણે બજારમાં એકાએક ઉછાળો આવ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એરટેલ, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેરોએ સારો ફાયદો નોંધાવ્યો હતો.