’શાંતિમય માર્ગો દ્વારા યુક્રેન વિવાદ ઉકેલવાના ચીનના પ્રયાસો અમે બહુમૂલ્ય ગણીએ છીએ’ : ક્રેમ્લીન

મોસ્કો,

રશિયાએ જણાવ્યું હતું કે, શાંતિમય માર્ગો દ્વારા યુક્રેન વિવાદ ઉકેલવાના, અમારા મિત્ર ચીનના પ્રયાસોને અમે બહુમૂલ્ય ગણીએ છીએ. આ સાથે રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન દ્વારા તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે તે જે કૈં ઉકેલ શોધવામાં આવે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે તે અંગે થયેલી સમજૂતીમાં ’નવી પ્રાદેશિક વ્યવસ્થા સ્વીકારાવી જ જોઈએ.’

આ નિવેદન તેવા સ્પષ્ટ સંકેતો આપે છે કે યુક્રેનના પૂર્વના ચાર પ્રાંતે ઉપરનો તેમજ દક્ષિણે ક્રિમીયા ઉપર રશિયાએ જમાવેલો કબજો તે છોડવા માંગતું જ નથી.

આ સાથે નિરીક્ષકો તેમ પણ કહે છે કે, રશિયાએ ચીને સૂચવેલી શાંતિ સમજૂતિ સ્વીકારવાનું કહી ક્રેમ્લીને ચીન સાથેની તેની દાયકાઓ જૂની મૈત્રી વધુ મજબૂત કરવા માંગે છે તે જાણે જ છે કે યુક્રેન તે સ્વીકારશે નહીં અથવા અમેરિકા અને તેના સાથી દેશો તે સ્વીકારવા દેશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને તે (શાંતિ દરખાસ્તો) અંગે કહી દીધું છે કે, ’તે દરખાસ્તો તર્કશુદ્ધ નથી’ સંભવ છે કે, પશ્ર્ચિમના દબાણને લીધે યુક્રેન જ ચીન દરખાસ્તોનો અસ્વીકાર કરે અથવા તેને કરવો પડે તે વાસ્તવિક્તા નજરમાં રાખીએ તો બીજા વર્ષમાં પ્રવેશી ગયેલું યુક્રેન યુદ્ધ ટાળવાની સંભાવના ક્ષિતિજે પણ દેખાતી નથી. ટૂંકમાં મહાસત્તાઓ રાજરમત રમે છે. હજારો યુક્રેનિયનોના જીવ જાય છે તેની કોને પડી છે ?