શાંતીરત્ન ફાઉન્ડેશન લીમડી દ્વારા દિવ્યાંગોની સહાય સાથે 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

લીમડી, લીમડી સ્થિત શાંતીરત્ન ફાઉન્ડેશન (સંચાલિત: શ્રી નેમચંદજી ગુલાબચંદજી ચેરીટેબલ ટ્રસ્ટલીમડી) દ્વારા 77 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિતે શાંતિરત્ન પટાંગણ વિનયપાર્ક ખાતે કરવામાં આવી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ડો. હેડગેવાર છાત્રાલય લીમડીના વિદ્યાર્થીઑ તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શાંતીરત્ન ફાઉન્ડેશન લીમડી દ્વારા જીલ્લાના વિવિધ ગામડાઓમાં વસતા ગરીબ અસહાય જરૂરિયાતમંદ 7 (સાત) દિવ્યાંગોને ટ્રાઈસિકલ (ત્રણ પૈડા વાળી સાઇકલ)નું વિતરણ કરી તેમના જીવનમાં હલન-ચલનની પડતી મુશ્કેલીને કઇંક અંશે ઓછી કરવાના ઉદ્દેશ સાથે આ સેવા કાર્ય પાર પાડેલ છે.