
ચૂંટણી આવતા જ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે. એક તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે બાપુ કૉંગ્રેસમાં જોડાઈ શકે છે. તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ ખાડિયા વોર્ડના સિટિંગ કોર્પોરેટર મયુર દવેનો સંપર્ક સાધ્યો. શંકરસિંહે મયુર દવેના ઘરે ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે ખાડિયાના કોર્પોરેટર મયુર દવે બાપુને ચૂંટણી પછી જમવા આવવાનું આમંત્રણ આપ્યું. મયુર દવેએ કહ્યું કે હું જનસંઘથી ભાજપની સાથે છું. અને હંમેશા ભાજપની સાથે જ રહીશ.