કાલોલ તાલુકાના શામળદેવી ગ્રામપંચાયતમાં મહિલા સરપંચશ્રીના અવસાન બાદ ડેપ્યુટી સરપંચે પંચાયતનો હવાલો સભાળ્યો હતો.પરંતુ દોઢ મહિનામાં જ અન્ય સાત સભ્યો દ્વારા ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ હતી.ત્યારબાદ ફરીથી ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી જાહેર થઈ હતી.અને આજરોજ તા.૨૯/૯/૨૦૨૦ ના રોજ વિસ્તરણ અધિકારી વેજલપુરની અધ્યક્ષતામાં તે ચૂંટણી માટે કુલ ત્રણ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા.તેમાં લલ્લુભાઈ મંગળભાઈ પરમાર,ચેતનાબેન અર્જુનસિંહ પરમાર,તથા ઝવરબેન પ્રતાપસિંહ પરમાર હતાં.જેમાં ઝવેરભાઈ ના ટેકેદારે પોતાનો ટેકો ખેંચી લેતાં બે ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજાઈ હતી. જેમાં આંગળી ઉંચી કરીને મતદાન કરતાં લલ્લુભાઈ મંગળભાઈ પરમાર ને પાંચ મત અને ચેતનાબેન અર્જુનસિંહ ને પાંચ મત મળ્યા હતાં.આમ બાકી બે સભ્યો ના સરખાં મત થવાથી ટાય થતાં બન્ને સભ્યો વચ્ચે ચિઠ્ઠી ઉછારીને નક્કી કરતાં તેમાં લલ્લુભાઈ મંગળભાઈ પરમાર વિજેતા જાહેર થયા હતાં.આમ શામળદેવી ગ્રામપંચાયતની બાકી રહેલી મુદત માટે શામળદેવી ગ્રામપંચાયતનો હવાલો વોર્ડ નંબર આઠ ના સભ્ય લલ્લુભાઈ મંગળભાઈ પરમાર ને ઉપસરપંચ તરીકે સોંપવામાં આવ્યો હતો.