શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગ પર સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચના કરી

સુપ્રિમ કોર્ટે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે એક સમિતિની રચના કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ સમિતિનું નેતૃત્વ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહ કરશે. તેમજ સુપ્રીમ કોર્ટે આ સમિતિને એક સપ્તાહમાં બેઠક બોલાવવાનો નિર્દેશ આપ્યો છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે આ કમિટીની રચના કરી છે. આ પ્રસંગે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ખેડૂતોના મુદ્દાઓનું રાજનીતિકરણ ન થવું જોઈએ. બેન્ચે કહ્યું કે સમિતિએ તબક્કાવાર તેના પર વિચાર કરવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે ખેડૂતો તેમના શાંતિપૂર્ણ આંદોલનને વૈકલ્પિક સ્થળોએ ખસેડવા માટે સ્વતંત્ર હશે.

તમને જણાવી દઈએ કે હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે આ સમિતિની રચના કરી છે. જેમાં હાઈકોર્ટના તે આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં હરિયાણા સરકારને અંબાલા નજીક શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડ્સને એક સપ્તાહની અંદર હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વિરોધ કરી રહેલા ખેડૂતો ૧૩ ફેબ્રુઆરીથી આ સરહદ પર પડાવ નાખીને બેઠા છે.

નોંધનીય છે કે હરિયાણા સરકારે ફેબ્રુઆરીમાં અંબાલા-નવી દિલ્હી નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવ્યા હતા. જ્યારે ’સંયુક્ત ક્સિાન મોરચા’ (બિન-રાજકીય) અને ’ક્સિાન મઝદૂર મોરચા’ એ જાહેરાત કરી હતી કે ખેડૂતો તેમની પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપતો કાયદો સહિત તેમની માંગણીઓના સમર્થનમાં દિલ્હી સુધી કૂચ કરશે.

Don`t copy text!