શૈક્ષણિક પ્રવાસ IPR અને FCIPT મુકામે

દાહોદ,દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, નવજીવન સાયન્સ કોલેજ દાહોદ અને ઈંચઅઈ દ્વારા ભૌતિકશાસ્ત્ર વિભાગ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તા. 05/04/2024 શુક્રવાર ના રોજ શૈક્ષણિક પ્રવાસ IPR (Institute for Plasma Research) અને FCIPT ( Facilitation Centre for Industrial Plasma Technology) ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો. આ પ્રવાસ નવજીવન સાયન્સ કોલેજ દાહોદ અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગ દ્વારા સંયુક્ત પણે ગોઠવામાં આવ્યો હતો. અહીં વિદ્યાર્થીઓએ પદાર્થનું ચોથું સ્વરૂપ એટલે કે પ્લાઝ્મા પર થતા અભ્યાસ, તેની બનાવટ, તેનો વિવિધ ક્ષેત્ર ઉપયોગ વિશે માહિતી પ્રાપ્ત કરી. આ સાથે IPR માં આવેલ ભારત નું એક માત્ર પ્લાઝ્મા સ્વરૂપ પ્રાપ્ત કરવાં માટે ઉપયોગ માં આવતા સાધન Tokamaks ની મુલાકાત લીધી. આ પ્રવાસ દરમ્યાન ભૌતિકશાસ્ત્ર વિભાગના ફેકલ્ટી મોહિત આર. અગ્રવાલએ વિદ્યાર્થીઓ ને વિષયલક્ષી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ પ્રવાસ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. ગૌરાંગ ખરાદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.