મુંબઈ,લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ના એકટર શૈલેષ લોધા અને શોના પ્રોડયુસર અસિત મોદીનો વિવાદ કોર્ટે પહોંચ્યો છે.હવે આ મુદ્દે અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે કે તેનામાં એકટીંગનો છાંટો પણ નહોતો, છતાં મહત્વનો રોલ આપ્યો હતો.
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શૈલેષ લોઢાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓને નોટીસ મોકલી છે અને અત્યાર સુધી તેમની બાકી રકમ ન ચુકવવા બદલ તેમને કોર્ટમાં ખેચી લીધા છે.જે બાદ શૈલેષ લોઢાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે મામલો કોર્ટમાં હોવાનું કહીને ટીપ્પણી કરવાનો ઈક્ધાર કર્યો હતો.પરંતુ હવે આસીત મોદીએ આ અંગે સમગ્ર સત્ય જણાવી દીધુ છે. તેણે શૈલેષને તેની આખી બાજુ સ્પષ્ટ રાખીને આરોપીના પીંજરામાં ઉભા કરી દીધા હતા.
સૌથી પહેલા આસિત મોદીએ બાકી ફી રોકવાનાં આરોપનો જવાબ આપ્યો હતો.તેમના કહેવા પ્રમાણે તેમણે તેમના બાકી નાણાં વસુલવા માટે પહેલેથી જ મેઈલ મોકલ્યા છે. પરંતુ તેઓ જરૂરી કાગળો પર સહી કરવા માંગતા નથી અને બિનજરૂરી મામલો કોર્ટમાં લઈ ગયા.આસીત મોદીએ કહ્યું કે તેઓ પણ નાના કારણે ખુબ જ દુ:ખી હતા. તેને આત્મસન્માન પણ છે તેણે શૈલેષે આવા કંકોત્રીઓ અને કવિતાઓમાં નિશાન બનાવ્યા અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
અસિત મોદીએ કહ્યું કે તેઓ જાણતા હતા કે શૈલેષ એકટર નથી આ હોવા છતાં તેણે તેને મુખ્ય ભૂમિકા આપી. પરંતુ એક દિવસ લડાઈ પછી, હું ખરાબ થઈ ગયો. અસિતના કહેવા પ્રમાણે તેને આશા હતી કે શૈલેષ થોડા સમય પછી પાછો આવશે. પરંતુ તેણે પોતાની જાતને તમામ પ્રકારની મીટીંગથી દુર કરી લીધી અને કેસ પણ દાખલ કર્યો હતો. તે સમયે, શો સિવાય તે કવિ સંમેલનમાં જવા માંગતો હતો પરંતુ આ એક ડેઈલી સોપ છે અને આનાથી તે શકય નથી. તેથી ગુસ્સામાં તેણે શો છોડી દીધો જયાં સુધી તે આ શોનો હિસ્સો હતો ત્યાં સુધી બધુ સારૂ હતું.પરંતુ શો છોડતાની સાથે જ બધુ ખરાબ થઈ ગયુ આ પણ ન સમજાયું.