શાહરૂખ-પ્રીતિ પછી અક્ષય કુમાર ક્રિકેટ ટીમનો માલિક બન્યો

મુંબઇ, બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર એ સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. ફિલ્મોમાં જોવા મળતો અક્ષય કુમાર હવે ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે. અક્ષય કુમાર પહેલા ઘણા બોલિવૂડ સ્ટાર્સ પાસે ક્રિકેટ ટીમ છે. આની જાહેરાત કરતા ખિલાડી કુમારે એક લાંબી પોસ્ટ લખી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું- શ્રીનગરમાં ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની નવી ટીમ ખરીદવામાં આવી છે. જે તેના પ્રકારની પ્રથમ ટેનર બોલ ટી ૧૦ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તે સ્ટેડિયમમાં ૨ માર્ચથી ૯ માર્ચ, ૨૦૨૪ દરમિયાન રમાશે.

આ સાહસ વિશે વાત કરતા તેણે કહ્યું  ‘હું આઇએસપીએલ અને શ્રીનગરની ટીમનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું. આ ટૂર્નામેન્ટ ક્રિકેટ જગતમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આ વર્ષે અક્ષય કુમારની ૩ ફિલ્મો રિલીઝ થઈ હતી. પહેલી ફિલ્મ ‘સેલ્ફી’ છે જે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. આમાં અક્ષય સાથે ઈમરાન હાશ્મી લીડ રોલમાં હતો. ખિલાડી કુમારને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે સફળ થઈ શકી નહીં. આ પછી ઓએમજી ૨’ રિલીઝ થઈ. આ ફિલ્મ હિટ રહી અને અક્ષયને નવી આશા મળી. આ પછી થોડા સમય પહેલા ‘મિશન રાનીગંજ’ રિલીઝ થઈ હતી. તેને યોગ્ય પ્રતિસાદ પણ મળ્યો.

આવતા વર્ષની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો , અભિનેતા પાસે ‘બડે મિયાં છોટે મિયાં’ છે. આ સિવાય રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ છે. આ સાથે વીર પહાડિયાની સ્કાય ફોર્સ પણ છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની વાત કરીએ તો આ વર્ષ ખિલાડી કુમાર માટે સારું રહ્યું છે. ગયા વર્ષે ઘણી ફિલ્મોએ બહુ સારું પ્રદર્શન કર્યું ન હતું.