શાહરૂખ ખાને જન્મદિવસે મન્નત’ની બહાર આવીને ચાહકોનું અભિવાદન ઝિલ્યુ

શાહરૂખ ખાનને મધ્યરાત્રીએ જન્મદિવસની શુભેચ્છા આપવા માટે તેના નિવાસસ્થાન ‘મન્નત’ની બહાર ચાહકો ભેગા થયા હતા. સૌ ચાહકોએ તેને બુધવારે મધ્યરાત્રીએ જ શુભેચ્છાઓ પાઠવી હતી.અભિનેતા શાહ રૂખ ખાન તેના મુંબઈના બંગલાની બાલ્કનીમાં દેખાયો હતો. આ સાથે જ સુપરસ્ટારને બાલ્કનીમાં આવેલો જોઈને ચાહકો પણ ખુશ થઈ ગયા હતા.

કિંગ ઓફ રોમાંસલ્લ તરીકે જાણીતો થયેલો આ અભિનેતા તેના બંને હાથ ફેલાવીને લોકોનું અભિવાદન કરતો પણ જોવા મળ્યો હતો. જવાન અભિનેતાએ ટ્રાઉઝર સાથે પ્લેન બ્લેક ટી-શર્ટ પહેર્યો હતો. તેણે બ્લેક કેપ પહેરેલી હતી.

આ સાથે જ શાહ રૂખ ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો છે, આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અભિનેતા તેના ઘરની બહાર એકઠા થયેલા તેના ચાહકોને શુભેચ્છા પાઠવી રહ્યો છે. વિવિધ શહેરોમાંથી સ્ટારસ્ટ્રક ચાહકો વહેલી સવારથી જ સ્ટારને પોતપોતાની રીતે જન્મદિવસ ની શુભેચ્છા આપવા માટે ક્તારમાં ઉભા હતા. ઘણા લોકો પોતાની સાથે મીઠાઈઓ, ટી-શર્ટ અને એસઆરકેના મોટા પોસ્ટર પણ લઈ આવ્યા હતા.