શાહરુખ ખાનનો દીકરો હવે દારૂ વેચશે

  • ફિલ્મમેકિંગ બાદ હવે આર્યન ખાન ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લૉન્ચ કરશે.

મુંબઈ,

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને થોડાં સમય પહેલાં જ જાહેરાત કરી હતી કે તે રાઇટર તથા ડિરેક્ટર તરીકે ટૂંક સમયમાં ડેબ્યૂ કરવાનો છે. હવે આર્યન ખાન નવો બિઝનેસ શરૂ કરી રહ્યો છે. આર્યન ટૂંક સમયમાં પોતાની વોડકા બ્રાન્ડ લૉન્ચ કરશે. આર્યને દુનિયાની સૌથી મોટી દારૂ કંપનીની સાથે હાથ મિલાવ્યા છે. આર્યન ખાનનો આ બિઝનેસ પાર્ટનરશિપમાં હશે અને તેણે આ અંગે વાત કરી હતી.

આર્યન ખાનના પાર્ટનર બંટી સિંહ તથા લેટી બ્લાગોએવા આ ત્રણેય સાથે મળીને પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ડાયવોલ લાવશે અને પછી પોતાની આ બ્રાન્ડનું બ્રાઉન સ્પિરિટ માર્કેટમાં લાવશે. ત્રણેયે સાથે મળીને સ્લેબ વેન્ચર નામની કંપની લૉન્ચ કરી છે. તેમણે ડિસ્ટ્રીબ્યૂશન તથા માર્કેટિંગ માટે દુનિયાની સૌથી મોટી કંપની Anheuser-Busch InBev (AB InBev) ની લોકલ બ્રાન્ચ સાથે કરાર કર્યો છે. આર્યન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, આના માટે પાંચ વર્ષનો સમય થયો. ફાઇનલી D’Yavol અહીંયા છે.

આર્યન ખાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને લાગ્યું કે હાલની સ્પેસમાં એક ખાલીપણું છે અને જ્યાં ખાલીપણું હોય ત્યાં બિઝનેસની તક હોય છે. તે માને છે કે બિઝનેસ તક અંગે જ હોય છે. વધુમાં આર્યને કહ્યું હતું કે તે યુવાઓની માનસક્તિાને સમજે છે. ભારતીય માર્કેટમાં હજી પણ વિકાસની ઘણી તકો છે. આવતા વર્ષે તેની કંપની વ્હિસ્કી તથા રમ જેવા બ્રાઉન સ્પિરિટ પણ લૉન્ચ કરશે.

આર્યન ખાન તથા તેના બિઝનેસ પાર્ટનર આગામી સમયમાં અન્ય પ્રોડક્ટ પણ માર્કેટમાં લઈને આવશે. તેઓ જૂની પ્રોડક્ટનો પણ વ્યાપ વધારશે. ૨૦૨૩માં તેઓ પોતાની સ્લેબ વેન્ચર કંપની હેઠળ વોડકા બ્રાન્ડને એશિયા, યુરોપ તથા નોર્થ અમેરિકાના માર્કેટમાં આવશે. આર્યન ખાન પોતાના બિઝનેસ પાર્ટનર્સને ૨૦૧૮માં જર્મનીમાં મળ્યો હતો. આ દરમિયાન તેમની વચ્ચે ભારતમાં આગામી સમયમાં લક્ઝુરી પ્રોડક્ટ તથા સેવા શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. તેમણે વિચાર્યું કે આ ઘણી જ મોટી તક છે. ઉલ્લેખનીય છે કે આર્યને સાઉથ કેલિફોનયા યુનિવસટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

આર્યન ખાનના જણાવ્યા પ્રમાણે, પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ડાયવોલ મહારાષ્ટ્ર તથા ગોવામાં મળે છે. ડાયવોલનો અર્થ શૈતાન થાય છે. મહારાષ્ટ્રમાં આ બ્રાન્ડ પાંચ હજાર રૂપિયામાં તથા ગોવામાં ચાર હજાર રૂપિયામાં મળે છે. હવે આ બ્રાન્ડ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ર્ચિમ બંગાળ તથા તેલંગાના જેવા શહેરમાં પણ મળશે. આ બ્રાન્ડની સીધી સ્પર્ધા બકાર્ડી, ગ્રે ગૂઝ તથા LVMHના બેલવેડેર સાથે થશે. ૬ ડિસેમ્બર, મંગળવારના રોજ આર્યન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, રાઇટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે શૂટિંગ શરૂ થાય તેની ઉત્સુક્તા છે. જોકે, આર્યન ખાને એ સ્પષ્ટતા કરી નથી કે તે વેબસિરીઝમાં કામ કરશે કે પછી કોઈ ફિલ્મમાં કામ કરશે. ગયા વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. ૨૨ કલાકની પૂછપરછ બાદ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા.