કોલકતા,શાહરૂખ ખાન ૬ એપ્રિલે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલ જોવા માટે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પહોંચ્યાં હતાં. મેચ જીત્યા બાદ કિંગ ખાન મુંબઈ જતા પહેલાં મીર ફાઉન્ડેશનના એસિડ એટેક સર્વાઈવર્સને મળ્યા હતાં, તેમજ તેમની સાથે ફોટા પણ ક્લિક કર્યા હતા. સોશિયલ મીડિયા પર શાહરૂખના આ કામના ફેન્સ વખાણ કરી રહ્યા છે.
શાહરૂખ આ ફાઉન્ડેશન તેના સ્વર્ગસ્થ પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નામે ચલાવે છે, જેઓ એસિડ એટેક સર્વાઈવર માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. આ સ્થિતિમાં શાહરૂખ ત્યાં રહેલા લોકોને મળવા ગયો હતો.
એક ફેન પેજએ સોશિયલ મીડિયા પર શાહરૂખના ઘણા ફોટા શેર કર્યા હતા, જેમાં તે એસિડ એટેક સર્વાઇવર સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. ફેને કેપ્શનમાં લખ્યું- ’જે લોકો દિલ જીતે છે તે ક્યારેય હારતા નથી. એસિડ એટેકથી બચી ગયેલા લોકો સાથે દિલનો રાજા જે જીવનની રમતમાં વિજયી બન્યો.’