
મે મહિનામાં જ્યારે શાહરૂખ ખાન આઇપીએલ મેચ જોવા મળ્યો હતો, ત્યારે હીટ સ્ટ્રોકને કારણે તેની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને ગુજરાતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને એક દિવસ પછી તેને રજા આપવામાં આવી હતી. હવે સમાચાર છે કે આંખની કોઈ સમસ્યાને કારણે શાહરૂખ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો, જ્યાં તેની સારવાર થઈ શકી ન હતી. શાહરૂખ વિશે બોલિવૂડ હંગામાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે હવે શાહરૂખ સારવાર માટે અમેરિકા જઈ રહ્યો છે. તેઓ ૨૯મી જુલાઈ અથવા ૩૦મી જુલાઈએ અમેરિકા જવા રવાના થશે. જો કે તેને તેની આંખોમાં શું સમસ્યા છે? તે શા માટે હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો? આ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.
તાજેતરમાં ટીવી એક્ટ્રેસ જસ્મીન ભસીન પણ આંખની સમસ્યાને કારણે ચર્ચામાં આવી હતી. લાંબા સમયથી લેન્સ પહેરવાના કારણે તેના કોનયામાં સમસ્યા હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ સામે આવી હતી. જેમાં તે આંખે પાટા બાંધેલી હતી. બાદમાં તે સામાન્ય થઈ ગઈ છે.
જો કે પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે તેની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને ઘણા સમયથી સમાચારમાં છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સુજોય ઘોષના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં શાહરૂખ ડોનની ભૂમિકામાં જોવા મળશે. આ તેની પુત્રી સુહાના ખાનની ફિલ્મ છે. સુહાના આ મુવી દ્વારા મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે.
આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી માહિતી દરરોજ રિપોર્ટ્સ દ્વારા બહાર આવતી રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ફિલ્મમાં સુહાનાના ગુરુની ભૂમિકા ભજવશે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ જોડાયો છે. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળશે.
જો કે શાહરૂખ છેલ્લે વર્ષ ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડંકી’માં જોવા મળ્યો હતો, જેનું નિર્દેશન રાજકુમાર હિરાનીએ કર્યું હતું. આ ફિલ્મે વિશ્ર્વભરમાં ૪૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે હિટ રહી હતી. તે જ વર્ષે તેણે ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરનારી બે ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ આપીને બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. હાલમાં તેના તમામ ફેન્સ તેની આગામી ફિલ્મ ‘કિંગ’ની રાહ જોઈ રહ્યા છે. ચર્ચા છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૨૫માં રિલીઝ થઈ શકે છે.