મુંબઇ,
બોલિવૂડના રોમાન્સકિંગ, એટલે કે શાહરુખ ખાનની એક ઝલક મેળવવા માટે કલાકો સુધી લોકો તેમના ઘરની બહાર ’મન્નત’ પાસે ઊભા રહે છે. શાહરુખના બર્થડેની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. આજે શાહરુખ ખાનનો ૫૭મો જન્મદિવસ છે. આ સ્થિતિમાં ૨ નવેમ્બરની રાત્રે શાહરુખ ખાનના હજારો ફેન્સ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેના બંગલા ’મન્નત’ની બહાર પહોંચ્યા હતા. તો બીજી તરફ ફેન્સનો ધસારો ૧ નવેમ્બરની સાંજથી તેની ઝલક મેળવવા રાહ જોઈ રહ્યો હતા. આ સ્થિતિમાં રાત્રે ૧૨ વાગ્યે શાહરુખ તેના જન્મદિવસ પર ’મન્નત’ ના ટેરેસ પર આવ્યો અને હાથ હલાવીને તેના તમામ ફેન્સનો આભાર માન્યો.
શાહરુખ ફક્ત બર્થડેના દિવસે જ નહીં, પરંતુ ઈદ, દિવાળી અને ઘણા ખાસ મોકા પર ’મન્નત’ની અગાસી પર આવી ફેન્સને હાથ હલાવીને અને લાઇંગ ક્સિ આપીને ધન્યવાદ કહે છે. કિંગખાન ખાસ દિવસે તો બિલકુલ ફેન્સને નારાજ નથી કરતો.
આજે પણ લોકો બોલિવૂડના બાદશાહ, એટલે કે શાહરુખ ખાનની એક્ટિંગના દીવાના છે. લોકો તેની એક ઝલક મેળવવા માટે મુંબઈમાં તેના ઘર મન્નતની સામે કલાકો સુધી ઊભા રહે છે. લોકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેને બોલિવૂડનો બાદશાહ, બોલિવૂડનો કિંગ, કિંગખાન અને રોમાન્સકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિલ્હીમાં જન્મેલો શાહરુખ ખાન આજે ૫૭ વર્ષનો થઈ ગયો છે.
શાહરુખ ખાનનો બંગલો વર્ષો પહેલાં ગુજરાતી મૂળના પારસી કિકુ ગાંધીનો હતો. તેઓ શિમોલ્ડ આર્ટ ગેલરીના સ્થાપક હતા. તે તેની કારકિર્દીની શરૂઆતમાં કીકુનો પાડોશી હતો. જ્યારે શાહરુખને ખબર પડી કે કિકુ તેનો બંગલો લીઝ પર આપવા માગે છે ત્યારે તેણે ઘર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો. એ સમયે શાહરુખ ફિલ્મ ’યસ બોસ’નું શૂટિંગ કરી રહ્યો હતો. ઘણી મુશ્કેલીઓ પછી શાહરુખે ગૌરી માટે આ ઘર વર્ષ ૨૦૦૧માં ૧૩.૩૨ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. પહેલાં આ બંગલાનું નામ વિલા વિયેના હતું.
શાહરૂખ છેલ્લે ફિલ્મ ’ઝીરો’માં ૨૦૧૮માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ નિષ્ળ થયા બાદ શાહરૂખ ખાને કોઈ લીડ રોલ નિભાવ્યો નથી. શાહરૂખ ખાન ૫ વર્ષ બાદ ’પઠાણ’માં ફિલ્મમાં ધૂમ મચાવશે. કિંગ ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ ’પઠાણ’ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ થિયેટરોમાં રિલીઝ થનારી’ ’પઠાણ’ માં શાહરૂખ ખાન જાસૂસ તરીકે જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. તો આ વચ્ચે ’પઠાણ’ની રિલીઝ પહેલાં તેના સિક્વલ બનાવવાનું નક્કી થઇ ગયું છે.
મેગાસ્ટાર શાહરૂખ ખાનને થોડા સમય પહેલાં જ બોલિવૂડમાં ૩૦ વર્ષ પૂરાં થયાં હતા. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ ’દીવાના’ ૨૫ જૂન ૧૯૯૨ના દિવસે રિલીઝ થઇ હતી.