શહેરા તાલુકા લાભી ગામની મુખ્ય પ્રાથમિક શાળા અને શેખપુર ગામમાં આવેલી સનાતન ઉતર બુનિયાદી વિદ્યાલય ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુમિત્રાબેન દિલીપ બારીઆની અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરા તાલુકાના શેખપુર ગામની સનાતન ઉતર બુનિયાદી વિદ્યાલય ખાતે અને લાભી ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સુમિત્રાબેન બારીઆ અને ભાજપ અગ્રણી દિલીપ ભાઈ બારીયાની અધ્યક્ષતામાં ક્ધયાકેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. લાભી શાળાના પંટાગણમા યોજાયેલા કાર્યક્રમમાં ઉપપ્રમુખ સુમિત્રાબેન બારીયા તેમજ શિક્ષણ વિભાગમાથી આવેલા અધિકારી તેમજ લાઈઝન ઓફીસરનુ કુમકુમ તિલક કરી સામૈયુ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમને દીપ પ્રાગ્ટય કરીને ખુલ્લો મુકવામા આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોનુ શાળા પરિવાર અને ગામના અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યું હતું. આંગણવાડીમાં અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોને કુમકુમ તિલક કરીને શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. ,શાળામાં પ્રથમ ક્રમે ર્ણ થનારા બાળકોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ વિભાગના ન માલવી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રેરક સંબોધન કરવામા આવ્યું હતું. તેમા બાળકોને નિયમીત શાળા મોકલવા તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. શાળામાં હાલમા બનાવામા આવેલી અધ્યતન નવીન કોમ્પ્યુટર લેબનું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુમિત્રાબેનના હસ્તે રીબીન કાપીને શાળાના બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળે તે માટે ખુલ્લુ મુકવામા આવ્યું હતું. શાળાની ખુલ્લી જગ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગામના અગ્રણીઓ અને શાળા પરિવાર ના હસ્તે વિવિધ છોડવાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.