શહેરા -ગોધરા હાઈવે ઉપર તાડવા ગામની હોટલ પાસે પાનમ પીવાના પાણીની લાઈન માંથી હજારો લિટર પાણી વેડફાઈ રહયુ હતુ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી હોય તેવા સમયે અહીં પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો હતો.
શહેરા-ગોધરા હાઈવે ઉપર આવેલ તાડવા ગામની શિવમ હોટલ પાસે પાનમ ની પીવાના પાણીની લાઈનમા માંથી હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહયો હતો.પાણીની પાઇપ લાઇન માંથી ચોખ્ખું પાણી રસ્તા અને ખુલ્લા ખેતરોમાં વહી રહયું હતું. એક તરફ તાલુકાના વિસ્તારમાં પાણીની સમસ્યાથી અનેક લોકો હેરાન પરેશાન હોય બીજી તરફ પાણીની લાઈન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો હતો.સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો પાણીનો બગાડ થતો અટકી શકે તેમ છે.જોકે સરકારી તંત્ર પાણી બચાવો તે માટે અનેક જાહેરાતો કરવા સાથે મસ મોટો ખર્ચો પણ કરતા હોય ત્યારે બીજી તરફ સરકારી તંત્રના અધિકારીઓ પણ પાણીનો બગાડ થતો અટકે એ માટે પોતાની નૈતિક ફરજ બજાવી જોઈએ તે પણ જરૂરી છે.