શહેરા,શહેરા તાલુકાના મોરવા રેણા ગામે રહેતા ફરિયાદીને આરોપી ઈસમો ફોન કરી કયાં છે તેમ પુછી ફોર વ્હિલ લઈને તે સ્થળે પહોંચ્યા હતા અને તું ખાણ ખનીજ અને પ્રાંત અધિકારીને અરજીઓ કરે છે તેમ કહી ગાળો આપી જાતિ અપમાનિત કરી માર મારતા આરોપીઓ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના મોરવા રેણા ગામે રહેતા નટુભાઈ ધનાભાઈ પરમાર ને આરોપી ઈસમો મેહુલ ભીખાભાઈ પટેલ(રહે.ગોકળપુરા, તા.શહેરા), ધર્મેન્દ્રભાઈ મુળજીભાઈ પટેલ(રહે.મોરવા, શહેરા), જાબરભાઈ ઉર્ફે જીગ્નેશ ભુરાભાઈ ચોૈધરીએ ફોન કરી કયાં છે તેમ પુછ્યુ હતુ. અને આરોપી ઈસમો તે સ્થળે ફોર વ્હિલ લઈને ગયા હતા. અને નટુભાઈ પરમારને તુ કેમ ખાણ ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારીને અરજીઓ કરે છે તેમ કહી ગાળો બોલી માર માર્યો હતો. અને જાતિ અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા આ બાબતે શહેરા પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.