શહનાજ ગિલ પર સોના મહાપાત્રા ભડકી,મને ખબર નથી કે શહનાજમાં શું ટેલેંટ છે

નવીદિલ્હી,

સિંગર સોના મહારાત્રા બોલીવુડની તે હસ્તીઓમાંથી એક રહી છે જે સામાજિક અને રાજનીતિક મુદ્દા પર બેબાકીથી પોતાનો મત રાખે છે અનેકવાર સોના મહાપાત્રાને પોતાના મતના કારણે ટ્રોલ પણ થવું પડે છે પરંતુ અભિનેત્રી ટ્રોલર્સને પણ જોરદાર જવાબ આપતી રહે છે.સોના મહાપાત્રાએ બિગ બોસ ૧૩ની એકસ કંટેસ્ટેંટ શહનાજ દિલની ટીકા કરી છે તેમણે મીટૂના આરોપ સહન કરી ચુકેલા સાજિદ ખાનને સમર્થન કર્યું હતું જેના પર સોના મહાપાત્રાએ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી અને તેને ટ્રોલનો સામનો કરવો પડયો હતો.

સિંગરે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે શહનાજ દિલના એકટને ખુબ સમર્થન અને પ્રશંસા મળી રહી છે પરંતુ તેમના આ સમ્માને મને મીટૂના આરોપી સાજિદ ખાનની યાદ અપાવી દીધી છે જે નેશનલ ટેલીવિઝન પર આવ્યા અને શહનાજ ગિલે તેમને તેનું સમર્થન કર્યું કાશ તેમને પોતાની સિસ્ટરહુડની થોડી ઇજજત હોત.પોતાના આ ટ્વીટ બાદ સોના મહાપાત્રાને ટ્રોલનો સામનો કરવો પડયો ત્યારબાદ હવે સિંગરે ટ્રોલ કરનારાઓને જોરદાર જવાબ આપ્યો છે.

તેમણે પોતાના લેટેસ્ટ ટ્વીટમાં લખ્યું કે જેકલીન જેવી એક અન્ય સ્ટારલેટ માટે ઉભો થવાનો પ્રયાસ કરી રહેલ પ્રિય ટ્રોલ્સ,મને ખબર નથી કે શહનાજનું ટેલેટ શું છે,લો બ્રો રિયલિટી ટીવીની શોહરત સિવાય છે પરંતુ હું તે મહિલાઓને જાણુ છું જે પૈસા કે રોલ માટે ફાઇટ કરે છે.સોશલ મીડિયા પર સોના મહાપાત્રાની આ ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે સિંગરના પ્રશંસક અને તમામ સોશલ મીડિયા યુજર્સ ટ્વીટને પસંદ કરી રહ્યાં છે.