શાહિદે અનિસ બઝમીની કોમેડી ફિલ્મ માટે ફી ૧૦ કરોડ ઘટાડી

મુંબઇ,

ઉપરાછાપરી ફિલ્મો નિષ્ફળ થઈ રહી હોવાથી શાહિદ કપૂરની નાવ ખરાબે ચઢી છે. તેણે પોતાની કારકિર્દી બચાવવા અનિસ બઝમીની ફિલ્મમાં કામ કરવા પોતાની ફી ૧૦ કરોડ ઘટાડી હોવાનું જાણવા મળે છે.

એક કોમેડી ફિલ્મનું દિગ્દર્શન અનિસ બઝમી કરી રહ્યો છે. જેના માટે શાહિદે પોતાની ફીમાં રૂપિયા ૧૦ કરોડનો ખાસ્સો ઘટાડો કરીને રૂપિયા પચ્ચીસ કરોડ ફી સ્વીકારી છે. ભૂલ ભૂલૈયા ટુની સફળતા પછી અનિસની ડિમાન્ડ અભિનેતાઓમાં વધી ગઇ છે.

એક ફિલ્મ માટે પ્રોજેક્ટનું કમશયલ રીતે સફળ થવું એ જ મહત્વનું છે, અને શાહિદ આ વાત બરાબર સમજી ગયો છે અને આ જ કારણે તેણે અનિસ બઝમી સાથે કામ કરવા માટે પોતાની ફીમાં ઓછી કરી દીધી છે.

જ્યારે શાહિદે દિનેશ વિજનની સાઇ-ફાઇ-રોમ-કોમ ફિલ્મ માટે રૂપિયા ૩૫ કરોડ ફી લીધી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ડેબ્યુ ડાયરેકટર અમિત જોશી કરી રહ્યો છે. આ ફિલ્મમાં શાહિદ સાથે કૃતિ સેનન છે.