મુંબઇ, શાહિદ કપૂર હાલમાં તેની ફૅમિલી સાથે ભુતાનમાં છે. આ ફૅમિલીમાં તેની પત્ની મીરા રાજપૂત અને બાળકો મિશા અને ઝૈનની સાથે મમ્મી નીલિમા અઝીમ, સાવકો ભાઈ ઈશાન ખટ્ટર અને મીરાની મમ્મી બેલા રાજપૂત પણ જોવા મળી રહ્યાં છે. મીરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં શાહિદ અને તેનો દીકરો ઝૈન ભુતાનના લોકલ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આ વિડિયો શૅર કરીને મીરાએ કૅપ્શન લખી હતી કે ‘ભુતાનની ટ્રિપ એકદમ મૅજિકલ રહી હતી. એની સુંદરતા સાથે કોઈ છેડછાડ નથી કરવામાં આવી. લોકાનાં દિલ પણ ખૂબ જ સાફ છે અને અહીંની હવામાં જ ખુશી છે. એવું લાગે છે કે હું કોઈ અલગ જ સમયમાં ટ્રાવેલ કરી રહી છું.
અમે લાઇફની એકદમ સિમ્પલ વસ્તુઓને માણી હતી. પાંચ વર્ષથી લઈને ૬૫ વર્ષ સુધીના લોકોએ આ ક્ષણને માણી હતી અને નવી યાદો બનાવી હતી. આજે પણ આ કિંગડમ અહીંના લોકોના મૉરાલને અપલિટ કરવા અને તેમની ખુશીઓના પ્રિન્સિપલ પર ચાલે છે. અહીંના લોકો ખૂબ જ પ્રેમથી તેમનાં કિંગ અને ક્વીનમાં શ્રદ્ધા રાખે છે. આ તમે તેમની સ્માઇલમાં જોઈ શકો છો. અમારી ફૅમિલીને ભુતાનમાં ખૂબ જ પ્રેમથી આવકારવામાં આવી હતી અને અમે ખૂબ જ મોટા દિલ સાથે અહીંથી જઈ રહ્યાં છીએ.’