શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના જુના મહેલાણ ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવેલ સીમલેટ બેટ પાનમ ડેમનું જ્યારથી નિર્માણ થયું. ત્યારથી આ સીમલેટ બેટ ચારેબાજુથી પાણીથી ઘેરાયેલું છે. હાલમા પણ અહીના લોકો વર્ષોથી અંધારામાં રહેવા સાથે નાવડીમાં અવર જવર કરવાની ફરજ પડી રહી છે. રાજ્યના મુખ્ય મંત્રીના હસ્તે આ ગામ ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યકમ શનિવારના રોજ થનાર છે. સિમલેટ બેટમા જવા માટે પુલ અને વીજળીની સુવિધા ઉપલબ્ધ થાય તેવી જાહેરાત સી.એમ. કરે તેમ અહીંના સ્થાનિક લોકો ઇચ્છી રહયા છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના મહેલાણ ગામના સિમલેટ બેટ ચારે તરફ પાનમ નદીના પાણી થી ઘેરાયેલું છે. આ સીમલેટ બેટમાં ૭૦થી વધુ ઘરોમા ૬૦૦ થી ૭૦૦ની વસ્તી હોવા સાથે ૪૦ વર્ષથી આ લોકો અહી વસવાટ કરે છે. પુલ અને લાઈટ જેવી અહી કોઈ સુવિધા ના હોવાથી સીમલેટ બેટ ના લોકો અંધારામાં રહેવા સાથે નાવડીમાં બારે માસ અવર જવર કરતા હોય છે. તેમજ રાત્રીના સમયે દીવાના અજવાળે ભોજન લેતા હોય છે. ચૂંટણી હોય ત્યારે અહીંના ૨૫૨ જેટલા મતદારો જીવન ના જોખમે જળ યાત્રા કરીને પણ મતદાન અવશ્ય કરતા હોય છે. પાનમ નદીનું પાણી ઊંડું હોવા છતાં અહીના સ્થાનિક લોકો નાવડીમાં એક કી.મી. સુધી જળ યાત્રા પાછલા કેટલાક વર્ષોથી કરી રહયા છે. આ ગામ માં મહેલાણ ખાતે બીજી જાન્યુઆરીના રોજ રાજ્ય ના મુખ્ય મંત્રી લોકાર્પણ અને ખાત મુહુર્ત પ્રસંગે આવી રહયા હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અહીના સ્થાનિક લોકો વર્ષોથી નાવડીમાં અવર જવર કરવા સાથે અંધારામાં જીવન જીવી રહયા છે. તેમાંથી મુક્તિ અપાવે અને લાઈટ તેમજ પુલની સુવિધા મળે તેવી માંગ સાથે આશા રાખી રહયા છે. ત્યારે જોવુજ બની રહયું કે શનિવારના રોજ રાજ્યના મુખ્ય મંત્રી ના હસ્તે કરોડો રૂપિયાના વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા છે.તો અહી ના લોકો માટે કોઈ જાહેરાત કરશે કે નહી તે જોવુજ બન્યું છે.
સિમલેટ બેટ ચારે બાજુ પાનમ નદીનુ પાણી આવેલ છે. અહીંની મુખ્ય સમસ્યાએ ગામની બહાર જવા માટે કોઈ રસ્તો નથી કે ગામમાં લાઈટની સુવિધા નથી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના હોવા સાથે શિક્ષણ માટે શાળા પણ ઉપલબ્ધ નથી, ડીલીવરી તેમજ કોઈ બીમાર હોય તો ઈમરજન્સીમાં દર્દીને નાવડીમાં સામે કિનારે લઇ જઈ નજીકના દવાખાને લઇ જવા પડે છે. બધા લોકો પાસે હલેસા વાડી દેશી નાવડી દરેક ના ઘરે હાલમાં છે. પુલ અને વીજળીની સુવિધા ઉપલબ્ધ બનાવાય તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. અહીં પ્રાથમિક શાળા પણ નથી જેથી અહીંના બાળકોને જીવના જોખમે હોડીમાં બેસીને જળ યાત્રા કરવા સાથે અન્ય જગ્યાએ અભ્યાસ કરવા જવું પડે છે.
જોવું એ રહે છે કે સરકાર દ્વારા આ ગામના રહીશો માટે કોઈ યોજના બનાવીને ગામમા જવા આવવા માટે રસ્તો બનાવાશે ખરો? તેમજ અહીંના સ્થાનિકોને લાઈટની સુવિધા કરી આપવામાં આવશે ખરી ? શું અહીંયાના બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે અહીં શાળા બનાવાશે ખરી કે પછી જીવના જોખમે બાળકોને હોળીમાં બેસીને અન્ય જગ્યાએ અભ્યાસ કરવા જવું પડશે…
રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી મહેલાણ ગામ ખાતે આજે આવી રહયા છે. ત્યારે આ સીમલેટ બેટના લોકોની અનેક આશા રાજ્યના મુખ્યમંત્રી પાસે રાખી રહ્યા છે…..
શનાભાઈ પટેલીયા, સ્થાનિક સીમલેટ બેટ….
અમે પાછલા કેટલાક વર્ષોથી નાવડીમા અવર જવર કરવા સાથે અંધારામાં જીવન જીવી રહ્યા છે. અમે દરેક ચૂંટણીમાં ભાજપને વોટ આપતા હોઈએ છીએ હાલમાં પણ ભાજપની સરકાર છે. અમારા ગામ ખાતે મુખ્યમંત્રી આવે છે,તો અમારી એક જ માંગ છે કે અવર જવર માટે પાનમ નદી ઉપર પુલ બનાવી આપે અને વીજળી ની સુવિધા મળે તેવી આશા અમે બધા સ્થાનિકો રાખી રહયા છે. મુખ્ય મંત્રી ને અમે આ બાબતે રજૂઆત પણ કરનાર છીએ.
નર્મદાબેન સગાં સબંધીના ત્યાં સીમલેટ બેટ આવ્યા હતા……
હું નાવડી મા બાળક સાથે બેસી ત્યારે મને બહુ બીક લાગી હતી. પાનમ નુ પાણી ઊંડું બહુ છે. દસ વર્ષનો બાળક પણ અહી નાવડી ચલાવતો જોઈને હું વિચારમાં પડી ગઈ હતી. અહી ના લોકો આજ રીતે હું જ્યારે અહી આવું છું. ત્યારે નાવડીમાં મને લેવા અને મુકવા માટે આવતા હોય છે. મારી સાથે ના બીજા હતા. તે નાવડીમા બેસવાને લીધે મારી સાથે આવ્યા ના હતા. અહીં પુલ બનાવામાં આવે અને સરકારી યોજનાના લાભો અહીના લોકો ને મળવા જોઈએ.