
શહેરા,શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ ધર્મેન્દ્ર પટેલનુ ગામના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવવા સાથે ઉપસ્થિત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી.

શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ બારીયા, ભાજપ અગ્રણી રામસિંહ પરમાર, દિલીપભાઈ મહેરા, તાલુકા પંચાયત સદસ્ય લીલા બેન નટવર ભાઇ બારીઆ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું ગામના સરપંચ જ્યોતિ બેન પટેલ ,ગ્રામ પંચાયત સભ્ય હાર્દિક ભાઇ જગદીશ ભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ અશોક ભાઇ અને ગામના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત ગ્રામજનોને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા સરકારની વિવિધ લાભકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવવા સાથે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા વિકસિત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવવા સાથે તાલુકાના અનેક ગામોમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
