શહેરા શાખામાંથી કૃષિ વિકાસ લોન લેવા માટે બેન્ક ઓફ બરોડા કોઠંબા શાખા તથા ખારોલ શાખાના બનાવટીનો ડયુ સર્ટિફિકેટ બનાવી આપેલ હતા અને ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ એગ્રી એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કમાં આ બનાવટી બનાવેલ નો ડયુ સર્ટિફિકેટના આધારે અનેક ખેડૂત ખાતેદારોને લાખો રૂપિયાની લોન અપાવી હોવાનું સામે આવતા કિરીટ સોલંકી સામે પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો. જ્યારે નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી વખતે જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર મારફતે વિગતવાર ની દલીલો કરતા સેશન્સ જજ સી.કે. ચૌહાણ દ્વારા કિરીટસિંહ હરિસિંહ સોલંકીની નિયમિત જામીન અરજી નામંજૂર કરી હતી.
બનાવની હકીકત એવી છે કે, કિરીટસિંહ સોલંકી દ્વારા શહેરા તાલુકાના ઘણા બધા ખેડૂત ખાતેદારોને ખેતીવાડી બેન્ક ની શહેરા શાખા માંથી કૃષિ વિકાસ લોન લેવા માટે બેન્ક ઓફ બરોડા કોઠંબા શાખા તથા ખારોલ શાખાના બનાવટીનો ડયુ સર્ટિફિકેટ બનાવી આપેલ હતા અને ધી ગુજરાત સ્ટેટ કોપરેટીવ એગ્રી એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કમાં આ બનાવટી બનાવેલનો ડયુ સર્ટિફિકેટ ના આધારે દરેક ખેડૂત ખાતેદારોને લાખો રૂપિયાની લોન અપાવી હતી અને આવાનો ડયુ સર્ટિફિકેટ બનાવી આપવા માટે આ કિરીટસિંહ સોલંકીનાઓએ દરેક ખેડૂત ખાતેદારો પાસેથી લગભગ વ્યક્તિદીઠ 15 હજાર રૂપિયા લઇ પોતે લાખો રૂપિયા ઓળવી લઈ અને લાખો રૂપિયાની લોન અપાવડાવેલી હતી.
નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી વખતે જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોર મારફતે વિગતવારની દલીલો કરતા અને આ કિરીટસિહ સોલંકી વિરૂદ્ધ અન્ય ગુનો પણ શહેરા પોલીસ સ્ટેશનમાં આવા જ પ્રકારનો નોંધાયેલો છે. તેવી રજૂઆત કરતા તથા તપાસ કરનાર અધિકારીએ જે તપાસ કરેલી તે તપાસના કાગળો જોતા કિરીટસિંહ હરિસિંહ સોલંકીનું સમગ્ર ગુનાના કામે સંડોવનીકરતું કૃત્ય જણાઈ આવેલું હોય પંચમહાલ જીલ્લાના મહેરબાન સેશન્સ જજ સી.કે. ચૌહાણ દ્વારા કિરીટસિંહ હરિસિંહ સોલંકીની નિયમિત જામીન અરજી નામંજૂર કરેલી છે. જોકે, આરોપીની નિયમિત જામીન અરજી કોર્ટમાં ના મંજુર થતા પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનામાં પોલીસ દ્વારા હજુ પણ આ બાબતે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે.