શહેરા,શહેરાના જુની વાડી ગામમાં હનુમાન જયંતી નિમિત્તે પૌરાણિક હનુમાનજી ના મંદિર ખાતે દર્શન કરવા માટે ભક્તો ઉમટી આવ્યા હતા. મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તોએ પ્રસાદીનો લ્હાવો લીધો હતો.
શહેરા તાલુકાના જૂની વાડી ગામ ખાતે હનુમાન જયંતી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ પૌરાણિક હનુમાનજીના મંદિર સાથે સ્થાનિક ગામ તેમજ અન્ય ગામોના હનુમાન ભક્તોની આસ્થા જોડાયેલી હોવાથી સવારથી લઈને દિવસ દરમિયાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની અવરજવર શરૂ રહી હતી. જ્યારે હનુમાન જયંતીને લઈને મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યું હતું. હનુમાન દાદા ના ભક્તો દ્વારા મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવા સાથે દાદાના દર્શને આવતા ભક્તોએ પ્રસાદીનો લ્હાવો પણ લીધો હતો.