શહેરા
શહેરાના સંભાલી ગામના નાયક ફળિયામાં કળિયુગી ભત્રીજા એ નજીવી લાકડા કાપવા જેવી બાબતે પોતાના સગા કાકા અને કાકીને કુહાડી ના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી.પોલીસે હત્યારા ભત્રીજાને પકડી પાડીને ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
શહેરા તાલુકાના સંભાલી ગામ ના નાયક ફળિયામાં રહેતાં ભત્રીજો જયંતી નાયકને માતા પિતાના હોવાથી વર્ષોથી પોતાના સગા કાકા અર્જન અને કાકી રાધા સાથે રહેતો હતો. ભત્રીજા જયંતીને લાકડા કાપવા જેવી નજીવી બાબતે કાકી રાધા એ ઠપકો આપ્યો હતો. આરોપી જ્યંતી નાયકને મનમાં લાગી આવતા પોતાને થયેલ અપમાન સમાન ઠપકાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું બદલાના ઈરાદો લઇ બેઠલા કળિયુગી ભત્રીજો જ્યંતી મધ્ય રાત્રે ઘરમાં પ્રવેશ્યો હતો. અને પથારીમાં મીઠી નિંદર માણી રહેલ કાકા અને કાકીના શરીર ઉપર એક પછી એક કુહાડીના ઘા ઝીકીદીધા હતા. ભારદારી કુહાડીના ઘા માથાને ભાગે ઝીકાતા બનેના ઘટના સ્થેળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. હત્યા કર્યા બાદ હત્યારો ભત્રીજો બનાવ સ્થળ ખાતેથી ભાગી ગયો હતો. સવારમાં ઘર પાસે મરણજનારના મોટા ભાઈ જતા તેમને ખાટલામાં લોહી લુહાણ હાલતમાં નાના ભાઈ અર્જન અને ભાભી રાધાની લાશ જોતા તેઓ બૂમાબૂમ કરવા માંડતા આજુબાજુના લોકો દોડી આવિને બનાવ અંગે ની જાણ પોલીસને કરી હતી. પોલીસે પહોંચે તે પહેલાં સ્થાનિકો એ હત્યારા ભત્રીજા જયંતિને ઘર ની પાસેથી પકડી ને દોરડા વડે બાંધી દીધો હતો. પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ ધ્રુવરાજ સિંહ ચુડાસમા તેમજ પી.એસ.આઇ. લક્કી પટેલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈને જરી કાર્યવાહી હાથધરી હતી. પોલીસે ડબલ મર્ડર મામલે કળિયુગી ભત્રીજા જયંતી પ્રતાપ નાયક સામે ૩૦૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. પોલીસ દ્વારા હત્યા થયેલ દંપતી ની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને પી.એમ માટે લઈ જવામાં આવી હતી. બનેલા આ બનાવને લઈને તાલુકા પંથક મા ચકચાર મચી ગઇ હતી.