શહેરા,
શહેરા તાલુકાના નગર તથા અંતરિયાળ ગામડાઓમાં બિલાડીના ટોપની માફક ફાટી નીકળેલા ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ સામે તંત્ર મીઠી નજર રાખી રહી છે. ખાણ ખનિજખાતાના અધિકારીઓ સર્વે કરી છાપા મારી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ તાલુકાની પ્રજાજનોમાંથી ઉઠવા પામી છે.
શહેરા નગર અને તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગામડાઓમાં ગેકાયદેસર રીતે કેટલાક ઈસમો દ્વારા ખાણ અને ખનિજ ખાતાની જાણ બહાર ગેરકાયદેસર રીતે ઇટોના ભઠ્ઠા ચલાવવામાં આવી રહયા છે. તાલુકાના વિસ્તારમાં અનેક જગ્યાએ ઇટોના ભઠ્ઠા ગેરકાયદેસર રીતે ચાલતા હોવા છતાં સ્થાનિક તંત્ર અને ખાણ અને ખનિજ ખાતાના અધિકારીઓ આ સામે કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહયા છે. અમુક ગામોમાં આવા ગેરકાયદેસર ઈટો ના ભઠ્ઠા ચાલી રહયા હોવાથી અમુક ખેતી પાક ને પણ નુકશાન થતુ હોવાનુ ખેડૂત આલમ મા ચર્ચાઇ રહયુ છે.અમુક ઇટો ના ભઠ્ઠા કોઈપણ ખેડૂત ની જમીન ગીરો લઈને ઇટો પાડતા હોય છે. ખાણ અને ખનિજ ખાતુ પોતાની આળસ ખંખેરી ને કાર્યવાહી કરેતો તાલુકાના વિસ્તારમાં આવેલા અધધ ઇટોના કાર્યરત હોવાનું બહાર આવશે તો નવાઈ નહી. અમુક ઇટોના ભઠ્ઠાની ઇંટો સરકારી કામમાં પણ વપરાતી હોય છે. ત્યારે સબંધિત તંત્ર આ બાબતે કડક કાર્યવાહી કરેતો સરકારી તિજોરીને નુકશાન જતુ પણ અટકી શકે તો નવાઈ નહી.