પંચમહાલ બીલીથા ગામના બાળકો ઘૂંટણસમા પાણીમાંથી શાળાએ જવા મજબૂર

  • પંચમહાલના બીલીથાનો વીડિયો વાયરલ
  • વિદ્યાર્થીઓ પાણીમાં ચાલીને સ્કૂલે જવા મજબૂર
  • ઘૂંટણસમા પાણીમાં ચાલવા વિદ્યાર્થીઓ મજબૂર

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની બણગા ફૂંકતા નેતાઑ માટે ગુજરાતમાં ભણવા જતા બાળકોની જમીની હકીકત જોઈલે. નાના ભૂલકા કાદવ કીચડથી લથપથ રસ્તામાં પાણીના વહેણને તોડી ભણવા જઈ રહ્યા છે. ન પાકો રસ્તો છે, ન કોઈ સાધનની સુવિધા બસ મજબૂરીના માર્યા ભણવાની ભૂખે શાળા તરફ જઈ રહ્યા છે. જુઓ પંચમહાલનાબીલીથા ગામનો આ વીડિયો

ઘૂંટણસમા પાણીમાં બાળકો શાળાએ જાય છે..!
પંચમહાલ જિલ્લાના બીલીથા ગામના વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાં ચાલીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. બીલીથાથી રામગઢી તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. જેનો યોગ્ય નિકાલ ન થતાં વિદ્યાર્થીઓ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. બીલીથા ગામમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જેનું યોગ્ય નિકારણ આવતું નથી. જેને કારણે વિદ્યાર્થીઓ પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે.