શહેરા સિંધી સમાજની વાડી ખાતે ઓકસીજન સાથે ૨૦ બેડનું કોવિડ સેન્ટર ઉભું કરાયું

શહેરા,
શહેરા તાલુકામાં કોવિડ દર્દીઓને સારી સુવિધા મળી રહે તે હેતૂથી નગરમા વધૂ એક કોવિડકેર સેન્ટર શરૂ કરવામા આવ્યું હતુ. સિંધી સમાજની વાડી ખાતે ઓકસીજન સાથે ૨૦ બેડ સહિતની સુવિધા હોવાથી દર્દીઓ માટે આ કોવિડ કેર સેન્ટર આશીર્વાદ સમાન બનશે.

શહેરામાં કોરોના કેસો આવી રહ્યા છે.ત્યારે કોવિડના દર્દીઓને સારી સૂવિધા મળે તે જરૂરી છે.હાલમા શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ હોવાથી કોવીડ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.ત્યારે સિંધી સમાજની વાડીમાં વધૂ એક કોવિડકેર સેન્ટર ૨૦ બેડ સાથે ખોલવામાં આવ્યું છે. જીલ્લા તંત્ર અને સિંધી સમાજ તેમજ અર્બન મેડીકલ એસોસીયેશન દ્વારા શરૂ કરવામા આવ્યુ છે. કોવિડ કેર સેન્ટરને રૂપચંદ સેવકાણી, ડો.અજય ભાવસારએ ચંદુભાઈ પદવાણી સહિત નગરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રીબીન કાપીને ખૂલ્લું મૂકવામાં આવતા અનેક દર્દીઓ માટે આ આશીર્વાદ સમાન બની જશે તેમ લાગી રહયુ છે.અહી જરૂરિયાત મંદ દર્દીઓને ઓકસીજનની સુવિધા પણ પુરી પાડવાની સગવડ હોવાનૂં જાણવા મળ્યુ છે. નોધનીય છેકે, નગરમાં બીજુ કોવીડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. આ પહેલા શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. આ સિવાય નાંદરવા અને બોરિયામાં પણ કોવિડ સેન્ટરો શરૂ છે.