
શહેરા માર્કેટીંગ યાર્ડ પાસે ગોધરા તરફ જતા હાઇવે માર્ગ ઉપર પાનમ ની પાઇપ લાઇન લીકેજ ની કામગીરી કર્યા બાદ યોગ્ય મરામત કરવામાં આવી નથી. હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતત સતાવી રહયો છે.કોઈ મોટી ઘટનાની રાહ સંબંધિત તંત્ર દેખી રહયુ છે કે શું..?
શહેરા માર્કેટિંગ યાર્ડ પાસે લુણાવાડા થી ગોધરા તરફ જતા હાઇવે માર્ગ ઉપર પાનમ ની પાઇપ લાઇન લીકેજ હોવાથી તેની મરામત પાણી પુરવઠા તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. પાણી પુરવઠા દ્વારા પીવાના પાણીની લાઈનની મરામત કર્યા બાદ હાઇવે માર્ગ ઉપર માટી ના ઢગલા હટાવવામાં આવ્યા નથી. તેમજ યોગ્ય પુરાણ પણ કરવામાંનહી આવ્યુ હોવાનુ વાહન ચાલકો પાસેથી જાણવા મળ્ય છે. આ હાઇવે માર્ગ દિલ્લી બોમ્બે ને જોડતો હોવાથી નાના-મોટા વાહનો ની અવર જવર સતત રહેતી હોવાથી અહીથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહયો છે. રાત્રી ના સમયે હાઇવે માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટો પણ નહી હોવાથી અમુક બાઇક ચાલકો માટીના ઢગલા પર ચડી જતા તેમના વાહનોને નુકસાન થવા સાથે તેમને પણ સામાન્ય ઇજા પહોંચતી હોય છે. આ હાઈવે માર્ગ ઉપર સ્થાનિક રાજ્ય અને બહાર ના રાજ્યના વાહન ચાલકો પોતાની કાર સહિતના વાહનો લઈ ને અહીથી પસાર થતા હોય છે. ત્યારે ટ્રક જેવા મોટા વાહનો સાથે ટોલ ટેક્ષ વસૂલતી એલ એન્ડ ટી કંપની સહિત અન્ય તંત્ર એ ઉપરોક્ત આ બાબતની કોઈ પણ ગંભીરતા અત્યાર સુધી મા લીધી નથી.ત્યારે કોઈ મોટી ઘટના બને ત્યારબાદ હાઈવે માર્ગ ઉપર યોગ્ય કામગીરી કરાવશે કે શુ ? હાઈવે માર્ગ ઉપર થી પસાર થતા વાહનચાલકો પણ માર્ગની મરામત યુદ્ધ ના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરી રહયા છે.