શહેરા અણીયાદ ચોકડી પાસે પસાર થતા માર્ગ ઉપર વિલાયતી નળિયા ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા સાતને ઈજા

  • વિલાયતી નળિયા ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા સાત જેટલા લોકો ને નાની મોટી ઇજા
  • બે ઇજાગ્રસ્તો ને ગંભીર ઇજા પહોંચી હોવાથી સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા
  • બનાવ બાદ ટેમ્પાના ડ્રાઇવર અને ક્લીનર ફરાર

શહેરા,
શહેરા અણીયાદ ચોકડી પાસે પસાર થતા માર્ગ ઉપર વિલાયતી નળિયા ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા સાત જેટલા લોકો ને નાની મોટી ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તો તમામ ને રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેમાં બે ઇજાગ્રસ્તો ને વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા છે. તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા ઇજાગ્રસ્તોના મદદે દોડી આવ્યા હતા.

શહેરા મોરવા રેણા માર્ગ ઉપર વિલાયતી નળીયા ભરેલ ટેમ્પો ધામણોદ તરફ જઈ રહયો હતો. ત્યારે અણીયાદ ચોકડી પાસે ૮ થી વધુ લોકો બેઠેલ ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. ટેમ્પો પલટી ખાતા વિલાયતી નળીયા નીચે ૫ થી વધુ લોકો દબાઈ જતા બૂમાબૂમ કરવા માડી હતી. તે સમયે ત્યાંથી પસાર થતા રાહદારીઓ આવી જઈને તમામને વિલાયતી નળિયા નીચેથી બહાર કાઢીને ૧૦૮ને કોલ કર્યો હતો. આ બનેલા બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા તમામને ૧૦૮ ઈમરજન્સી સેવામાં રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે રતનભાઈ ભેમાભાઈ માલીવાડ, જગદીશભાઈ રતનભાઇ માલીવાડ, કમલેશભાઈ માલીવાડ, શૈલેષકુમાર રતનભાઇ માલીવાડ તેમજ ગોવિંદભાઈ માલીવાડ અને મહેશભાઈ માલીવાડ સહિતના તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવવા સાથે આમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને લઇને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોના મદદે આવ્યા હતા. બનાવ સ્થળ ખાતે માર્ગ ઉપર વિલાયતી નળીયા ભરેલ ટેમ્પો પલટી ખાતા થોડીવાર માટે એક તરફનો માર્ગ બંધ રહયો હતો. જ્યારે પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રકાશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવી પહોંચીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. બનેલ બનાવ બાદ ટેમ્પાનો ચાલક અને ક્લિનર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.