જેઠાભાઇ ભરવાડને ટિકિટ મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર.
ભાજપ અગ્રણી કહેવાતા ખાતુભાઈને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી.
ખાતુભાઈ પગી તેમજ તેમના સમર્થકો ટિકિટ નહીં મળતા થયા નારાજ. શહેરા, શહેરામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નામોની યાદી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે જેઠાભાઇ ભરવાડને ફરીથી રીપીટ કરવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે ખુશીની લહેર છવાઈ હતી. જ્યારે ભાજપના અગ્રણી કહેવાતા ખાતુભાઈ પગીને ટિકિટ નહીં મળતા તેઓ અને તેમના સમર્થકોમાં નારાજ થયા હતા. શહેરામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવા સાથે પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. ભાજપ દ્વારા ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી લડવા માટે જેઠાભાઇ ભરવાડને મેદાનમાં ઉતારતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ હતી. જ્યારે ભાજપ કાર્યાલય અને તેમની ઓફિસ ખાતે પણ ફટાકડા ફોડીને એકબીજાને મોં મીઠું કરાવતા નજરે પડ્યા હતા. આ વખતની ચૂંટણી લડવા માટે ભાજપ અગ્રણી કહેવાતા ખાતુભાઈ પગીએ પણ ટિકિટની માંગણી કરવામાં આવી હતી. જોકે, ભાજપ દ્વારા ફરી એક વખત ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રીપીટ કરવામાં આવતા ખાતુભાઇ પગી અને તેમના સમર્થકો નારાજ થયા હતા. ભાજપ માંથી ખાતુભાઇને ટિકિટ ન મળતા તેઓએ જણાવ્યું હતું કે, હું 15 વર્ષથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટની માંગણી કરી હતી. આ વખતે પણ મને ટિકિટ ભાજપ દ્વારા આપવામાં નથી આવી પણ હું આ વખતે ચૂંટણી લડવાનો છું અને કોઈપણ પક્ષ માંથી કે પછી અપક્ષ માંથી પણ લડું પણ ચૂંટણી મારે લડવાની નક્કી છે. જે રીતે ભાજપ અગ્રણી કહેવાતા ખાતુભાઇ પગી બીજા અન્ય પક્ષ માંથી ચૂંટણી લડી શકે તેવી શક્યતા હોય ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહેશે તેમ છે.