શહેરા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ખાતુભાઇ પગીએ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી પરત ફરતાં રેલીમાં બે જુથો ઉશ્કેરાતા પોલીસ દ્વારા હવામાં ફાયરીંગ

  • માર્કેટિંગ યાર્ડ પાસે ભાજપના અગ્રણી મહેન્દ્રભાઇ ડાભીના ઓફિસ પાસે લોક ટોળા ભેગા થઈને ભાજપના ચિન્હવાળું વાહનને તોડવાનો પ્રયાસ કરવા જતા હોય ત્યારે ડીસ્ટાફના પી.એસ.આઇ એસ.એલ. કામોળ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.
  • ભાજપનો પ્રચાર કરતા રંગીતને રેલીમાં આવેલા અમુક વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને માર માર્યો.
  • શહેરા પોલીસ મથક ના ડી સ્ટાફ ના પી.એસ.આઇ એસ.એલ. કામોળ એ સ્થળ પરની પરિસ્થિતિને કાબૂમાં લેવા સર્વિસ રિવોલ્વરથી એક રાઉન્ડ હવામાં ફાઇરિંગ કર્યું.
  • કોંગ્રેસના ઉમેદવાર ખાતુ ભાઇ પગી ફોર્મ ભરીને પરત પોતાના ગામના નાંદરવા ખાતે રેલી સ્વરૂપે પરત જવા નીકળ્યા ત્યારે બન્યો બનાવ.
  • ભાજપનો પ્રચાર કરતા રંગીતને રેલીમાં આવેલા અમુક વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને માર માર્યો.
  • પોલીસ મથક ખાતે પી.એસ.આઇ એસ.એલ. કામોળ એ નોંધાઈ ફરિયાદ.
  • પોલીસે 6 સામે નામ જોગ અને 25 થી 50 લોકો ટોળા સામે 307, 337, 323, 504 સહિતની વિવધ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ.

શહેરા,
શહેરા માર્કેટિંગયાર્ડ પાસે બુધવારના રોજ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરીને પરત જઈ રહ્યા હતા, ત્યારે તેમની રેલીમાં આવેલ અમુક વ્યક્તિઓ દ્વારા ભાજપના કાર્યકરને માર માર્યો હતો. જ્યારે ડી સ્ટાફ ના પી.એસ.આઇ એસ.એલ. કામોળ એ સર્વિસ રિવોલ્વરથી એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કરતા સ્થળ પરની પરિસ્થિતિ કાબુમાં આવી હતી. પોલીસ મથક ખાતે પી.એસ.આઇ દ્વારા ફરિયાદ નોંધાવતા 6 વિરૂદ્ધ નામ જોગ અને 25 થી 50ના ટોળા સામે વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓને પકડી પાડ્યા હતા.

શહેરા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ 124 વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ માંથી ખાતુભાઈ પગી તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરીને પરત પોતાના ગામના નાંદરવા ખાતે રેલી સ્વરૂપે પરત જવા નીકળ્યા હતા. લુણાવાડા તરફ જવાના હાઇવે માર્ગ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ભાજપના અગ્રણી મહેન્દ્રભાઇ ડાભીના ઓફિસ પાસે લોક ટોળા ભેગા થઈને ભાજપના ચિન્હવાળું વાહનને તોડવાનો પ્રયાસ કરવા જતા હોય ત્યારે ડીસ્ટાફના પી.એસ.આઇ એસ.એલ. કામોળ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ટોળાને ગેરકાયદેસર કૃત્ય કરશો નહીં તેવું અનેક વખત જણાવવામાં આવ્યું હતું. જ્યારે ભાજપનો પ્રચાર કરતા નાંદરવાના રંગીતભાઈ પર અમુક વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને માર મારવાનો શરૂ કરી દીધો હતો. લોકટોળા રંગીતભાઈને મારી નાખશે, તેવી શક્યતાઓ લાગતા પી.એસ.આઇ કામોળએ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે આશયથી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સર્વિસ રિવોલ્વરથી એક રાઉન્ડ હવામાં ફાઇરિંગ કર્યું હતું. પી.એસ આઈ દ્વારા બંદૂકથી ફાયરીંગ કરવામાં આવતા ટોળા વિખેરાઈ જવા સાથે પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. આ બનેલા બનાવમાં ભાજપના પ્રચાર કરતા રંગીતભાઈને શરીરે ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ મથક ખાતે ડિસ્ટાફના પી.એસ.આઇ એસ.એલ કામોળએ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રતાપભાઈ ફુલાભાઈ પગી, બહાદુરસિંહ સોલંકી, મોહનભાઈ પગી, રંગીતભાઇ ખાતુંભાઈ પગીની પત્ની, રાહુલ રંગીતભાઈ પગી અને કાળુભાઈ બાપુભાઈના નામ જોગ અને 25 થી 50 લોકો ટોળા સામે 307, 337, 323, 504 સહિતની વિવધ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા બુધવારની રાત્રિએ કોમ્બિંગ હાથધરીને બહાદુરસિંહ સોલંકી સહિત ચાર જેટલા આરોપીને પકડી પાડવા સાથે અન્ય આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ મથક ખાતે ડિસ્ટાફના પી.એસ.આઇ એસ.એલ કામોળએ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રતાપભાઈ ફુલાભાઈ પગી, બહાદુરસિંહ સોલંકી, મોહનભાઈ પગી, રંગીતભાઇ ખાતુંભાઈ પગીની પત્ની, રાહુલ રંગીતભાઈ પગી અને કાળુભાઈ બાપુભાઈના નામ જોગ અને 25 થી 50 લોકો ટોળા સામે 307, 337, 323, 504 સહિતની વિવધ કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી ચાર ને પકડી પાડ્યા હતા.