શહેરા વિધાનસભા ચુંટણીના ઉમેદવારના વિદેશી દારૂ કેસમાં ખાતુભાઈ પગીના આગોતરા જામીન નામંજુર

શહેરા,

શહેરા વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઊભા રહેલ ખાતુંભાઈ પગીની વિદેશી દારૂના જથ્થા રૂપિયા 23 લાખ 4000 ના કામે આગોતરા જામીન અરજી નામંજૂર કરતી પંચમહાલ જિલ્લાની મુખ્ય સત્ર અદાલત. ફરિયાદની હકીકત એવી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ઉભા રહેલ ખાતુભાઈ ગુલાબભાઈ પગી એ કોંગ્રેસના મતદારોને રિઝવવા માટે રૂપિયા 23 લાખ 4 હજારનો વિદેશી દારૂ પ્રવીણસિંહ કાપશી પટેલ મારફતે મંગાવેલ. જેની આગોતરા જામીન અરજી ખાતુભાઈ પગી દ્વારા પંચમહાલ જિલ્લાના મુખ્ય સત્ર ન્યાયાધીશ જે.સી.દોશી ની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હર્ષેશ દેસાઈની ધારદાર રજૂઆત અને દલીલોને ધ્યાનમાં રાખી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહેલ ખાતુભાઈ ગુલાબભાઈ પગીની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી પંચમહાલ જિલ્લાની મુખ્ય અદાલત. કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ ગુલાબભાઈ પગી આગોતરા જામીન અરજી નામંજૂર થતા રાજકારણ ગરમાયું છે અને બુટલેગરોમાં પણ આ અંગે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.