શહેરા,
શહેરા વિધાનસભા બેઠકની ચુંટણીને લઈને તંત્ર સજજ બનીને ચૂંટણી શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હતી. આ યોજાનારી ચુટણીનો 293 મતદાન મથકનો 1465 જેટલો સ્ટાફ ઇ.વી.એમ. મશીન અને ચૂંટણીલક્ષી જરૂરી સાધનસામગ્રી સાથે રવાના થયો હતો.
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોને લઈને તંત્ર સજજ બન્યું હતું. શહેરા વિધાનસભા બેઠક પર આજે યોજાનાર ચૂંટણીમાં 293 જેટલા મતદાન મથકો ફાળવવા સહિત 1560 જેટલો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલો છે. આ વિધાનસભાના મત વિસ્તારમાં આવેલ 293 જેટલા મતદાન મથકનો 1465 જેટલો સ્ટાફને સરકારી વિનયન કોલેજ ખાતે ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી એન.બી.મોદી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. મતદાન મથક નો સ્ટાફ ચૂંટણીલક્ષી સાધન સામગ્રી સાથે ફાળવેલા મતદાન મથકો ઉપર જવા રવાના થયા હતા. ચુંટણી શાંતિ પુર્ણ રીતે યોજાય તે માટે પોલીસ સ્ટાફ તેનાત કરી દેવામા આવ્યો છે. ચૂંટણીના દિવસે મતદાન મથકના ફરજ પરના કર્મચારીઓ અને પોલીસ સહિતનો અંદાજીત 3000 હજાર કરતાં વધુ સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયો હતો. સોમવારના રોજ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બનવા સાથે ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિએ આ વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં વર્ષ 2017 ની યોજાયેલી ચૂંટણી કરતા વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.