શહેરા વિધાનસભા બેઠકના ઉમેદવારના પ્રચાર માટે જે.પી.નડ્ડાએ ચુંટણી સભા સંબોધી આપ પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા

શહેરા,

શહેરામાં વિધાનસભાની ચૂંટણીને લઈને કેશવ ગ્રાઉન્ડ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સભા સંબોધીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. જ્યારે વર્તમાન ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે કેજરીવાલન ને ખુલ્લો પડકાર ફેંકવા સાથે હિમંત હોય તો અહી આવીને ચૂંટણી લડી જુએ નંગા કરકે એ ભેજેંગે એવું રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્થિતિમાં કહયુ હતું.

શહેરા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડના ચૂંટણી પ્રચાર અર્થે કેશવ ગ્રાઉન્ડમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.પી.નડ્ડાની જાહેર સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ દ્વારા તલવાર, સાફો પુષ્પગૂચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.પી.નડ્ડા એ ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, હું ગુજરાતની પવિત્ર ધરતી પર આવ્યો છું. મરડેશ્વર મહાદેવને હું નમન કરૂ છું આ વીરોની ભૂમિ છે, આ એવી વીરોની ભૂમિ છે. જેનું સામાજિક ધાર્મિક અને રાજકીય યોગદાન ભૂલી શકાય તેમ નથી. આઝાદીની લડતમાં ગાંધીજી અને સરદાર પટેલનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. વિકાસને આગળ વધારવાનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ગુજરાત મોડેલની સમગ્ર દેશમાં ચર્ચા થાય છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમને જણાવ્યું કે, કોંગ્રેસે સરદાર નું ક્યારેય સન્માન કર્યું નથી.આમ આદમી પાર્ટીની અહી હાર થવાની હોવા સાથે આકરા પ્રહારો કર્યા હતા.

ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કેજરીવાલ કો નંગા કરકે ભેજેંગે અને ભાજપની જીત થવા સાથે 1,00,000 કરતા વધુ મતોથી જીતીશું સાથે તેમને કાર્યકરોને પ્રચાર અર્થે લાગી જવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક, પંચાયત પ્રમુખ કામનીબેન સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય ભારતીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ડો. કિરણસિંહ બારીયા, ભાજપ અગ્રણી રયજીભાઈ પરમાર, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મણીબેન રાઠોડ, પશ્ર્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશના ધારાસભ્ય સહિત ભાજપ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

બોકસ:

શહેરામાં ભાજપની જાહેર સભામાં પશ્ર્ચિમ બંગાળના મહિલા ધારાસભ્ય નિર્ભયા દીદી પણ હાજર રહ્યા હતા. તેમને જાહેરસભાને સંબોધન કરતા આવ્યું હતું કે, પશ્ચિમબંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી. ત્યાં મહિલાઓ પર અત્યાચારો જેવા કે રેપ સહીતની ઘટનાઓ પણ બને છે અને ભ્રષ્ટાચાર પણ થાય છે.

શહેરામાં કેશવ ગ્રાઉન્ડ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડના પ્રચાર અર્થે આવ્યા હતા. જેમાં પશ્ચિમ બંગાળના માલદા વિધાનસભાના મહિલા ધારાસભ્ય નિર્ભયા દેવી પણ ભાજપના પ્રચાર અર્થે અહીં આવ્યા હતા. તેમને જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી. ત્યાં મહિલાઓને માર મારવા સહિત મહિલાઓને બહુજ હેરાન કરવામાં આવે છે. મારા પર પણ અનેક વખત હુમલાઓની ઘટના બની છે. હું પણ ત્યાં સુરક્ષિત નથી. ત્યાં વિકાસ થયો નથી અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને ગુજરાતમાં હું આવી તો મને ખૂબ જ શાંતિ મળી છે અને પશ્ર્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવશે તો મહિલાઓની સુરક્ષા વધી જશે તેના માટે ત્યાંના લોકો ભાજપની સરકારની રાહ દેખી રહ્યા છે.