- શહેરા બેઠક ઉપર ભાજપ, કોંગે્રસ અને આપ વચ્ચે સીધો મુકાબલો.
ગોધરા,
પંચમહાલ જીલ્લાની શહેરા વિધાનસભા બેઠક ઉપર 4 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. શહેરા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. 1998 થી 2017 સુધી ભાજપનો દબદબો રહ્યો છે. 2022માં શહેરા વિધાનસભા બેઠક ઉપર ભાજપ માંથી અનેક દાવેદારો મેદાનમાં હતા. તેમ છતાં ભાજપે ઉમેદવાર જેઠાભાઈ (આહિર)ને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના ઉમેદવારની સારી એવી મતદારો ઉપર પકડ ધરાવે છે. કોંગે્રસ પાર્ટી દ્વારા વિધાનસભા ચુંટણી જાહેરાત બાદ શહેરા બીજેપીના ઉમેદવાર ન બનાવતા ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલા ખાતુભાઈ પગીને ઉમેદવાર બનાવ્યા છે. સામાજી કાર્યકર છે. હાલમાં શહેરા બેઠક ઉપર ભાજપની આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ સાથે છડો ફાડીને આપ પાર્ટીમાં જોડાયેલ તખતસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. શહેરા બેઠક ઉપર થી અગાઉ કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકયા છે. વિધાનસભા બેઠક ઉપર મતદારો સાથે સીધો સંપર્ક ધરાવે છે. ભાજતીય જનતા પરિષદ પાર્ટીના ઉમેદવાર તરીકે સુરેશભાઈ રવિસીંહ સોલંકીએ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. શહેરા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે. શહેરા મત વિસ્તારના મતદારોનું મન હજી કળી શકાયું નથી. શહેરા વિધાનસભાની ચુંટણીમાં શહેરા મત વિસ્તારની સમસ્યાને મતદારો ધ્યાનમાં રાખશે હવે જોવા જઈએ તોદ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં પાનમ ડેમ નજીક હોવા છતાં ખેડુતોને સિંચાઈના પાણીની મુશ્કેલીલઓ પડી રહી છે. મહિસાગર નદીમાં દર વર્ષે પુરતા પાણીને લઈ કાંઠા વિસ્તારના ગામોના ખેડુતોના ઉભા પાકને નુકશાન થાય છે. તેનો કાયમી નિકાલ કરવામાં આવે. શહેરા વિધાનસભા મત વિસ્તારમાં નવિન પ્રાથમિક શાળાઓ તેમજ જર્જરીત થયેલ શાળાઓના નવા ઓરડાની માંગ શહેરા તાલુકાનાા અમુક ડુંગરાળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. શહેરા મત વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે રોજગારી માટે જી.આઈ.ડી.સી. સુવિધાનો અભાવ જેવા મુદ્દાઓ મુખ્ય રહેશે.
શહેરા વિધાનસભા ચુંટણીમાં ઉમેદવારોનું ભાવિ શહેરા મત વિસ્તારમાં 1,32,505 પુરૂષ મતદારો, 1,25,520 સ્ત્રી મતદાર મળી કુલ 2,58,025 મતદારો નકકી કરશે. આ બેઠક ઉપર જો જાતીગત સમીકરણ જોવા જઈએ તો ઓબીસી મતદારોનું મુખ્યત્વે રહેલ છે. ઓબીસી મતદારોની સંંખ્યા 1,78,580, એસ.ટી. 29,568, એસ.સી.16,784, રાજપૂત ક્ષત્રિય 13,968 મતદારો જે તરફ મતદાન કરે તે ઉમેદવારની જીત નિશ્ર્ચીત મનાઈ રહી છે
બોકસ: શહેરા વિધાનસભાના મતદારોની સંખ્યા…..
1,32,505 પુરૂષ મતદારો
1,25,520 સ્ત્રી મતદારો
………………………
2,58,025 કુલ મતદારો
જાતિગત સમીકરણ…..
ઓબીસી – 1,78,580
એસ.ટી. – 29,568
લધુમતી – 9,392
એસ.ટી. – 16,782
બ્રાહ્મણ – 1,111
રાજપૂત ક્ષત્રિય – 13,968
અન્ય જાતિ – 3,2578