શહેરાના વલ્લભપુરના છેપલી તળાવનુ પુરાણનો ઠરાવ રદ્દ નહિ થાય તો આત્મવિલોપનની ચિમકી

શહેરા,

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે આવેલ છેપલી તળાવ સ્થાનિક ગામના ખેડુતો માટે આશિર્વાદ સમાન છે. આ તળાવને પુરાણ કરવા માટેનો ઠરાવ થતાં વાડી બેઠકના તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ સોલંકીએ ઠરાવ રદ્દ નહિ કરવામાં આવે તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી.

શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામ ખાતે આવેલ છેપલી તળાવ સ્થાનિક ગામના ખેડુતો માટે આર્શિવાદ સમાન છે. આ ગામની ગ્રામ પંચાયતમાં સરપંચની ઉપસ્થિતિમાં આ તળાવમાં પથ્થર વધારે હોવાથી આ તળાવનુ પુરાણ કરીને પશુઓ માટે ધાસચારો ઉગાવવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હોવાની જાણ ગામના જાગૃત નાગરિક જશવંતસિંહ સોલંકીને થતાં તેઓ દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવવા સાથે લાગતી વળગતી કચેરી ખાતે ગ્રામ પંચાયતમાં થયેલ ઠરાવ રદ્દ કરવામાં આવે તે માટે લેખિત અને મોૈખિક રજુઆત કરવામાં આવી હતી. આ જે તળાવ છે તે ખેડુતો માટે અને પશુપાલકો માટે આશિર્વાદરૂપ બનતુ હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ તળાવને સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડુ કરવામાં આવે જેથી વધુ પાણીનો સંગ્રહ થાય તો અહિંના ખેડુતોને સિંચાઈ માટે વધુ પાણી મળી રહે અને પશુપાલકોને પોતાના પશુઓને બીજી જગ્યાએ પાણી પીવડાવવા જવુ પડે નહિ જેથી હાલ તો ગ્રામ પંચાયતમાં થયેલ ઠરાવ રદ્દ કરવામાં નહિ આવે તો જશવંતસિંહ સોલંકી જિલ્લા કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરનાર હોવાની ચિમકી ઉચ્ચારી હતી.