શહેરા વલ્લભપુરના જે.બી.સોલંકીની કરણીસેનાના જીલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરાઈ

શહેરા તાલુકાના વલ્લભપુર ગામના જે.બી.સોલંકીને કરણી સેનાના જીલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. જશવંતસિંહ સોલંકીને રૂબરૂમાં અભિનંદન પાઠવવા માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી આવ્યા હતા.

શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને વલ્લભપુર ગામના જે.બી.સોલંકીની સારી કામગીરીને લઈને ક્ષત્રિય કરણી સેના ગુજરાત દ્વારા કરણી સેનાના જીલ્લા અધ્યક્ષ પંચમહાલ તરીકે વરણી કરવામાં આવી હતી. જશવંતસિંહ સોલંકીની કરણી સેનાના જીલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ જવા સાથે સોશિયલ મીડિયામાં અને રૂબરૂમાં તેમના સમર્થકો અભિનંદન પાઠવી રહ્યા હતા. કરણી સેનાના જીલ્લા અધ્યક્ષ તરીકે જશવંતસિંહ સોલંકીની વરણી કરવામાં આવતા ઘણાં બધા લોકો તેમને મોબાઈલ ના માધ્યમ દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવી રહ્યા હોય ત્યારે આગામી સમયમાં જશવંતસિંહ સોલંકી ઉપસ્થિતિમાં ઘણાં બધા લોકો ક્ષત્રિય કરણી સેનામાં જોડાઈ શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે. જોકે, જે.બી. સોલંકી એક નવા અંદાજ સાથે હવેથી કરણી સેનાના જીલ્લા પ્રમુખ તરીકે પોતાની નૈતિક ફરજ બજાવશે તો નવાઈ નહી.