શહેરા વાધજીપુર ચોકડી પાસે બાઈક ડીવાઈડર સાથે અથડાતા ચાલકનું મોત

શહેરા,શહેરા વાધજીપુર ચોકડી પાસેથી પસાર થતા બાઈક ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક ડીવાઈડર સાથે અથડાવી અકસ્માત સર્જી પોતાના માથાના ભાગે ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે શહેરા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો.

વિસ્તૃત વિગતો મુજબ શહેરા વાધજીપુર ચોકડી પાસે હાઈવે રોડ ઉપરથી બાઈક નં.જીજે.17.સીએચ.2275ના ચાલક મુકેશભાઇ વિનોદભાઇ ડાભી ઉ.વ.24 (રહે. બેટીયા,તા.ગોધરા) પસાર થઈ રહ્યા હતા અને પોતાનું બાઈક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી રોડ વચ્ચેના ડીવાઈડર સાથે એકસીડન્ટ કરી પોતાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડીને મરણ ગયેલ હોય આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.