શહેરાના ઉજડા વાડી પાસે પાનમ કેનાલમાં સાફસફાઈનો અભાવ

શહેરા,
શહેરા ના ઉજડાં વાડી પાસે પસાર થતી પાનમ ની સિંચાઇ કેનાલ અમુક જગ્યાએ તૂટી જવા સાથે જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. આ સિંચાઇ કેનાલની પાનમ સિંચાઇ વિભાગ દ્વારા યોગ્ય રીતે સાફ-સફાઈ કરવામાં નહીં આવતા હાલ કેનાલ ની અંદર પથ્થર તેમજ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહયુ છે.

શહેરા તાલુકાના મોરવા રેણા અને આજુબાજુના ગામના ખેડૂતો માટે પાનમ સિંચાઇ કેનાલ આશીર્વાદ સમાન છે. ઉજડા વાડી પાસે પસાર થતી પાનમ સિંચાઇ કેનાલની પાનમ સિંચાઇ વિભાગ એ સાફ-સફાઈ નહિ કરવામાં આવતા ઝાંડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. કેનાલ અમુક જગ્યા એ તૂટી ગયેલ હોવા સાથે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. પાનમ સિંચાઇ વિભાગ દ્વારા સિંચાઇ કેનાલ માં અત્યારે પાણી છોડવામાં નથી આવ્યું ત્યારે ખાલીખમ પાણી વગર જોવા મળતી કેનાલની મરામત સાથે જંગલી વનસ્પતિ દૂર કરવામાં આવે તે હાલની પરિસ્થિતિને જોતા જરૂરી લાગી રહયુ છે. સિંચાઇ કેનાલ ના પાણી નો ઉપયોગ કરતા ખેડૂતો પણ પાનમ સિંચાઇ વિભાગ કેનાલ ની સાફ સફાઈ કરે તેવી આશા રાખી રહયા છે.