શહેરા ટાઉન હોલ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાંં ભારતી બાપુએ રસપાન કરાવતાં ભકતો આનંદ

શહેરા,શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં વ્યાસપીઠ પરથી ભવાની ભારતી બાપુ કથાનું રસપાન કરાવતા ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ સાથે ભક્તિમય માંહોલ જોવા મળ્યો હતો.

શહેરા સમસ્ત સનાતન હિંદુ સમાજ દ્વારા 25/3થી1/5સુધી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ટાઉનહોલ ખાતે શિવ મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો સહિત બહારથી થી પણ ભક્તો આ કથાનો લાભ લેવા માટે આવ્યા હતા. વ્યાસપીઠ પરથી કથાનું રસપાન ભારતી બાપુ એ કરાવ્યું હતું. જ્યારે કોઈ માર્ગ ન દેખાય સાચા મનથી મરડેશ્ર્વર મહાદેવ અને મહાદેવ યાદ કર્યા હશે, ત્યારે તમારા તમામ કષ્ટો દૂર થયા હશે અને મહાદેવનું નામ લેવાથી મને શાંતિ પણ મળતી હોય છે. આ શિવ મહાપુરાણ કથામાં સતી પ્રાગટ્ય, પાર્વતી જન્મોત્સવ, શિવ વિવાહ, ગણેશ અને કાર્તિક્ય મહોત્સવ તેમજ હનુમાન પ્રાગટ્ય, 10 જ્યોતિર્લિંગ પૂજન સહિતના અનેક પ્રસંગો અહીં ઉજવાયા હતા. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવ સાત દિવસ સુધી શરૂ રહેતા નગર વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળવા સાથે મોટી સંખ્યામાં ભક્તો એ આ કથાનો લાભ લીધો હતો. કથાનો સમય પૂર્ણ થયા બાદ અહીં કથા સાંભળવા આવતા ભક્તો માટે વરસાદીનું આયોજન પણ સમસ્ત સનાતન હિંદુ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.