- પાનમ પાટીયા થી પાનમ ડેમ અને ઊંડારા ગામ થઈને સંતરામપુર તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન .
- ચોમાસામાં રસ્તો વધારે તૂટી જતા પસાર થતા વાહન ચાલકોનો સમય સાથે અકસ્માત થવાનો ડર પણ રહેતો હોઈ છે.
- ડામર રસ્તો પાછલા 2 વર્ષ ઉપરાંત થી ખાડા પડી જવા સાથે વાહન ચાલકો માટે કમરતોડ સાબિત થઈ રહયો.
શહેરાના પાનમ પાટીયાથી પાનમ ડેમ અને ઊંડારા તરફ જવાના રસ્તા પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ રસ્તો 30કરતા વધુ ગામોને જોડતો હોવા છતાં નવીન નહી બનતા વાહન ચાલકોનો ભારે આક્રોશ તંત્ર સામે જોવા મળવા સાથે અનેક જગ્યાએ તૂટી ગયેલ હોવાથી સંબંધિત તંત્ર પોતાની નૈતિક ફરજ સમજીને રસ્તાની કામગીરી વહેલી તકે શરૂ કરે તેવી આશા વાહન ચાલકો રાખી રહ્યા હતા.
શહેરા લુણાવાડા હાઇવે ઉપર પાનમ ટોલ પ્લાઝાથી પાનમ ડેમ તરફ જતો રસ્તો બિસ્માર બની ગયો છે. પાનમ પાટીયા થી ગઢ થઈને ઊંડારા અને પાનમ ડેમ સહિત 30થી વધુ ગામોને જોડતા આ ડામર રસ્તા ઉપર પાછલા 3વર્ષ ઉપરાંત થી મસમોટા ખાડા પડી ગયા હોવા સાથે વાહનોને પણ નુકશાન જતું હોય છે. આ રસ્તા ઉપર દિવસ અને રાત્રી દરમિયાન વાહનોની અવર-જવર સતત રહેતી હોવા સાથે ચોમાસામાં રસ્તો વધારે તૂટી ગયેલ હોવાથી ખાડાઓ માં પાણી ભરાઈ રહેતું હોય ત્યારે સબંધિત તંત્ર અહી કોઈ મોટી ઘટના બને તેની રાહ દેખી રહયું હોય કે પછી શુભ મુહૂર્ત આવે ત્યારે રસ્તાની કામગીરી કરાશે કે શું ?
અહીથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી રૂપ બનવા સાથે બાઇક સ્લીપ પણ ખાવાના બનાવો બની રહયા હોય ત્યારે કોઈ મોટી ઘટના અહી બને તે પહેલા સબંધિત તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજીને રસ્તાની કામગીરી વહેલી તકે શરૂ કરે તેવી આશા અહીંથી પસાર થતા વાહન ચાલકો રાખી રહયા હતા.
જોકે પાનમ ડેમ અને ઊંડારા ગામ થઈને સંતરામપુર તરફ જતો રસ્તો અનેક જગ્યાએ તૂટી ગયેલ હોવાથી અહીંથી પસાર થતી વખતે વાહન ચાલકોનો સમય પણ વધારે જતો હોવાથી સંબંધિત તંત્ર સામે ભારે આક્રોશ પણ જોવા મળે તો નવાઈ નહી, જોકે ચોમાસાની ઋતુ શરૂ હોવાથી જીલ્લા તેમજ રાજ્યભરમાંથી અનેક લોકો પાનમ ડેમ નો નજારો જોવા સાથે કુદરતી સૌંદર્ય નીહાળવા માટે આવતા હોય તેમ છતાં સબંધિત તંત્ર દ્વારા આ રસ્તા બાબતે કેમ ગંભીરતા લેવામાં આવી રહી નથી એવા અનેક સવાલો અહીં આવતા સહેલાણીઓ માં પણ ચર્ચાઇ રહ્યા હતા.
સંબંધિત તંત્ર દ્વારા હાલની પરિસ્થિતિને જોતા આ રસ્તાની મરામત કરવામાં આવે તે અત્યંત જરૂરી લાગી રહયુ હોય ત્યારે જોવુંજ બન્યું કે ઉપરોક્ત આ બાબતને લઈને સંબંધિત તંત્રના અધિકારીઓ ગંભીરતા લેશે કે પછી હોતી હે ચાલતી હૈ એમજ ચલાવશે કે શું? અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો હોય એમ કહીએ તો નવાઈ નહી..